સ્ટાર્ટઅપ્સને રાહત, ટેક્સમાં છૂટ માટે સરકારે રોકાણની મર્યાદા કરી 25 Cr

19 February, 2019 03:29 PM IST  |  નવી દિલ્હી

સ્ટાર્ટઅપ્સને રાહત, ટેક્સમાં છૂટ માટે સરકારે રોકાણની મર્યાદા કરી 25 Cr

ફાઇલ ફોટો


સ્ટાર્ટઅપ્સને મોટી રાહત આપતા સરકારે એન્જલ ટેક્સના નિયમો અને રોકાણની મર્યાદાને વધારવા સહિત ઘણી બધી છૂટ આપી છે. સરકારે સ્ટાર્ટઅપ્સને ટેક્સમાં છૂટ આપવા માટે રોકાણ મર્યાદા વધારીને 25 કરોડ રૂપિયા કરી દીધી છે. પહેલા આ મર્યાદા 10 કરોડ રૂપિયા હતી. હાલ સ્ટાર્ટઅપ્સ ટેક્સમાં છૂટનો દાવો ત્યારે જ કરી શકતા હતા, જ્યારે એન્જલ રોકાણકારો તરફથી કરવામાં આવેલા ફંડિંગને મળીને તેમનું કુલ રોકાણ 10 કરોડ રૂપિયાથી વધુ ન હોય.

અધિકારીએ કહ્યું કે આ વિશે ટેક્સ ઇન્કમ ટેક્સ ઍક્ટ, 1961 હેઠળ ટુંક સમયમાં જ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું, "તે જ કંપનીને સ્ટાર્ટઅપ માનવામાં આવશે, જેનું ટર્નઓવર શરૂઆતમાં અથવા રજિસ્ટ્રેશન પછીના કોઇપણ નાણાકીય વર્ષમાં 100 કરોડ રૂપિયાથી વધારે ન હોય. હાલ આ રકમ 25 કરોડ રૂપિયા છે."

આ ઉપરાંત જે લિસ્ટેડ કંપનીઓનું નેટવર્થ 100 કરોડ રૂપિયા અથવા ટર્નઓવર 250 કરોડ રૂપિયા છે, તેમને ઇન્કમ ટેક્સ ઍક્ટના સેક્શન 56 (2) હેઠળ ટેક્સમાં છૂટ મળશે.

તે જ સ્ટાર્ટઅપ્સને ઇન્કમટેક્સ ઍક્ટના સેક્શન 56(2)(viib) હેઠળ ટેક્સમાં છૂટ મળશે, જે પ્રાઇવેટ લિમિટેડ છે અને જેમનું રજિસ્ટ્રેશન ડીપીઆઇઆઇટીની સાથે છે અને જેમણે બિલ્ડીંગ અને લેન્ડ અપાર્ટમેન્ટ્સ, એક અથવા બંને, મોટર વેહીકલ, એરક્રાફ્ટ, યાટ, લોન અથવા અન્ય કંપનીઓને મૂડી આપવા જેવા વેપારમાં રોકાણ ન કર્યું હોય.

સ્ટાર્ટઅપ્સને ટેક્સ છૂટ માટે સ્વઘોષિત ઘોષણાપત્ર ડીપીઆઇઆઇટીને આપવો પડશે, જેને ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ને મોકલશે.

આ પણ વાંચો: SCએ રિલાયન્સ ઇન્ફ્રાની DMRC વિરુદ્ધની સ્પેશ્યલ લીવ પિટિશન દાખલ કરી

શું હોય છે એન્જલ ટેક્સ?

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઘણા સ્ટાર્ટઅપ્સને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી છે.

હકીકતમાં સ્ટાર્ટઅપ્સ પોતાના બિઝનેસના એક્સપાન્શન માટે પૈસા ભેગા કરે છે અને તેના બદલામાં તેઓ દેવું આપનારી કંપનીઓને શેર જાહેર કરે છે. જોકે આ શેર ઓછી કિંમતે ઇસ્યુ થાય છે. વાસ્તવિક કિંમતથી ઓછી કિંમત પર ઇસ્યુ કરેલા શેરની વધારાની કિંમતને આવક માનીને, તેના પર ટેક્સ લાગે છે, જેને એન્જલ ટેક્સ કહે છે.

તેની શરૂઆત 2012માં થઈ હતી. તત્કાલીન નાણામંત્રી પ્રણવ મુખર્જીએ મની લોન્ડ્રિંગ પર રોક લગાવવાના ઉદ્દેશથી આ ટેક્સની જાહેરાત કરી હતી.