૧૨ બૅન્કો માટે ૪૮,૨૩૯ કરોડ ફાળવવાની સરકારે કરી જાહેરાત

21 February, 2019 10:01 AM IST  | 

૧૨ બૅન્કો માટે ૪૮,૨૩૯ કરોડ ફાળવવાની સરકારે કરી જાહેરાત

નાણા પ્રધાન અરૂણ જેટલી

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની ૧૨ બૅન્કો માટે ૪૮,૨૩૯ કરોડ રૂપિયાની મૂડીસહાયની જાહેરાત કરી છે. બૅન્કો આર્થિક દ્રષ્ટિએ નિયમન મુજબ વધુ મૂડી જાળવી શકે અને પોતાના વિકાસપ્લાનને આગળ વધારી શકે એ હેતુથી આ સહાય જાહેર થઈ છે.

ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેક્રેટરી રાજીવ કુમારે કહ્યું હતું કે ‘કૉર્પોરેશન બૅન્કને ૯૦૮૬ કરોડ રૂપિયા અને અલાહાબાદ બૅન્કને ૬૮૯૬ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે. આ બન્ને બૅન્કોની કામગીરી સારી અને સુધારાતરફી રહી છે. અત્યારે આ બૅન્કો પ્રૉમ્પ્ટ કરેક્ટિવ ઍક્શનના અંકુશો હેઠળ છે. સરકાર બૅન્ક ઑફ ઇન્ડિયાને ૪૬૩૮ કરોડ રૂપિયા અને બૅન્ક ઑફ મહારાષ્ટ્રને ૨૦૫ કરોડ રૂપિયાની સહાય કરશે. આ બૅન્કો હજી તાજેતરમાં જ રિઝર્વ બૅન્કના અંકુશોમાંથી મુકત થઈ છે.’

રાજીવ કુમારના જણાવ્યા અનુસાર આંધþ બૅન્કને ૩૨૫૬ કરોડ રૂપિયા, પંજાબ નૅશનલ બૅન્કને ૫૯૦૮ કરોડ રૂપિયા, યુનિયન બૅન્કને ૪૧૧૨ કરોડ રૂપિયા અને સિન્ડિકેટ બૅન્કને ૧૬૦૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. સરકાર ૧૨,૫૩૫ કરોડ રૂપિયા અન્ય ચાર બૅન્કોને આપવા માગે છે. એમાં સેન્ટ્રલ બૅન્ક, યુનાઇટેડ બૅન્ક, યુકો બૅન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કનો સમાવેશ થાય છે. સરકારે ડિસેમ્બરમાં રીકૅપિટલાઇઝેશન ઑફ બૉન્ડ્સ મારફત ૨૮,૬૧૫ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

news