ગૂગલે લોન્ચ કરી શોપિંગ વેબસાઈટ, ફ્લિપકાર્ટ-એમેઝોનને આપશે ટક્કર

24 December, 2018 01:27 PM IST  | 

ગૂગલે લોન્ચ કરી શોપિંગ વેબસાઈટ, ફ્લિપકાર્ટ-એમેઝોનને આપશે ટક્કર

ગૂગલ શોપિંગની મદદથી ગ્રાહકો મલ્ટીપલ ઈ-કોમર્સ સાઈટ્સ પર મળી રહેલી બેસ્ટ ઓફર્સને એક સાથે જોઈ શકશે. (ફાઇલ)

દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન કરાવશે હવે તમને શોપિંગ. ગૂગલે ભારતમાં તેની ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ગૂગલ શોપિંગ લોન્ચ કરી છે. ગૂગલના ઈ-કોમર્સ સેક્ટરમાં આવતાની સાથે જ તે ભારતમાં પહેલેથી જ લોકપ્રિય ઓનલાઈન વેબસાઈટ્સ ફ્લિપકાર્ટ, એમેઝોનને ટક્કર આપી શકે છે. ગૂગલના વાઈસ પ્રેસિડન્ટ સુરોઝીત ચેટર્જીના કહેવા અનુસાર , ' ગૂગલના માધ્યમથી અમે દુનિયામાં માહિતીઓ મેળવવા એક પ્લેટફોર્મ પૂરૂં પાડ્યું છે. એટલે જ અમે નવા શોપિંગ સર્ચ એક્સપિરિયન્સને ભારતીય ગ્રાહકો માટે લાવી રહ્યા છીએ. આ માધ્યમ દ્વારા ગ્રાહકો સરળતાથી કોઈ પણ પ્રોડક્ટ પર મળી રહેલી ઓફરને શોર્ટલિસ્ટ કરી શકશે અને પોતાના માટે યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકશે.

ગૂગલ શોપિંગની મદદથી ગ્રાહકો મલ્ટીપલ ઈ-કોમર્સ સાઈટ્સ પર મળી રહેલી બેસ્ટ ઓફર્સને એક સાથે જોઈ શકશે, જેમાં રિટેઇલર્સ પણ સામેલ હશે. ગૂગલ શોપિંગ યૂઝર્સ માટે સરળ અને યૂઝર ફ્રેન્ડલી શોપિંગનો અનુભવ કરાવશે. ગૂગલના આ પ્લેટફોર્મ પર ડેડિકેટેડ સેક્શન્સ જોડવામાં આવ્યા છે. જેમા પ્રાઈઝ ડ્રોપ્સ, ટોપ ડીલ અને ગૂગલની પ્રાઈઝ એક સાથે જોઈ શકાશે. આ સિવાય મોબાઈલ ફોન, સ્પીકર્સ, વૂમન ક્લોધિંગ, બુક્સ, ઘડિયાળ, હોમ ડેકોર,પર્સનલ કેર વગેરે જેવી કેટેગરી જોવા મળશે.

આ પ્લેટફોર્મ પર તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પાવર્ડ શોપિંગનો અનુભવ મળશે. ગૂગલ લેન્સની મદદથી તમે કોઈપણ વસ્તુને સ્કેન કરીને સર્ચ કરી શકશો અને તે માટે ફોનના કેમેરાનો ઉપયોગ પણ કરી શકાશે. ગૂગલ ખાસ કરીને રિટેલર્સ માટે ઉપયોગી બનશે કેમકે અહીં કોઈ પણ રિટેલર રજીસ્ટર થઈ શકે છે. આ માટે ગૂગલ મર્ચંટ સેન્ટરનો ઉપયોગ કરવાનો રહેશે. મર્ચંટ સેન્ટર અંગ્રેજી સિવાય હિન્દી ભાષાને પણ સપોર્ટ કરશે.

google amazon flipkart