નિફ્ટી 12 મહિનામાં થશે 12,500 : ગોલ્ડમૅન સાક્સ

20 March, 2019 12:55 PM IST  | 

નિફ્ટી 12 મહિનામાં થશે 12,500 : ગોલ્ડમૅન સાક્સ

પ્રતીકાત્મક તસવીર

શૅરબજારની પ્રી-ઇલેક્શન રૅલી ચાલુ રહેશે અને ૧૨ મહિનામાં જ નિફ્ટી ૧૨,૫૦૦ આસપાસ પહોંચી જશે એવો અભિપ્રાય ગ્લોબલ બ્રોકરેજ હાઉસ ગોલ્ડમૅન સાક્સે વ્યક્ત કર્યો છે. આ અંદાજ ચૂંટણીના પરિણામસ્વરૂપે ભારતમાં સ્થિર સરકાર આવશે એવી ધારણાના આધારે મુકાયો છે. ગોલ્ડમૅન સાક્સે સપ્ટેમ્બરમાં ભારતનું માર્કેટવેઇટ એના હાઈ વૅલ્યુએશન, મેક્રો ઇકોનૉમિકસ ડેટા, પૉલિટિકલ રિસ્કને ધ્યાનમાં રાખી ઘટાડ્યું હતું.

ગોલ્ડમૅન સાક્સ જણાવે છે કે ગયા મહિનામાં નિફ્ટીએ ૮ ટકા રિકવરી કરી છે, જ્યારે કે એક વરસ સામે ૬૫ ટકાની રિકવરી થઈ છે. આ હકીકતને ધ્યાનમાં રાખી રિસ્ક-રિવૉર્ડમાં ભારતીય માર્કેટ આકર્ષક બન્યું છે. ભારતમાં ચૂંટણી બહુ મોટું પરિબળ બની રહે છે, જ્યારે કે દેશનાં પૉલિસી રિફૉમ્સર્‍ માટે પણ આ પરિબળ મહત્વનું રહે છે. આ ગ્લોબલ બ્રોકરેજ કંપનીએ ભારતીય માર્કેટને ફરી વાર ઓવરવેઇટમાં મૂકી છે, જે સ્થિર સરકાર આવવાની ધારણાએ સારી કામગીરી બજાવશે એવું નક્કી માને છે.

આ પણ વાંચો : એપ્રિલથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે GSTના નવા દર અમલી બનશે

છમાંથી પાંચ ચૂંટણીમાં નિફ્ટી પ્લસમાં

આ ગ્લોબલ સંસ્થાના મતે પ્રી-ઇલેક્શન રૅલી સ્થિર સરકારની આશાએ આવી છે, જેમાં વિદેશી રોકાણકારો સક્રિય બન્યા છે અને વધુમાં સાઇકલિકલ સેક્ટર, સ્મૉલ-મિડ કૅપ સેક્ટર સહિત તેજી બ્રોડબેઝ્ડ બની છે. ઇતિહાસ સાક્ષી છે કે ૧૯૯૬થી અત્યાર સુધીમાં છ જનરલ ઇલેક્શનમાંથી પાંચ ઇલેક્શનમાં નિફ્ટી પૉઝિટિવ તેજીમાં રહ્યો છે. આ અભ્યાસ મુજબ આ વરસે અર્નિગ્સ ૧૬ ટકાના દરે રહેશે અને ૧૨ મહિનામાં નિફ્ટી ૧૨,૫૦૦ પહોંચશે.

bombay stock exchange national stock exchange