બાંધકામ હેઠળની પ્રૉપર્ટી પર GST 12થી ઘટાડીને પાંચ ટકા કરવાની ભલામણ

09 February, 2019 08:59 AM IST  | 

બાંધકામ હેઠળની પ્રૉપર્ટી પર GST 12થી ઘટાડીને પાંચ ટકા કરવાની ભલામણ

પ્રતીકાત્મક તસવીર

ગ્રુપ ઑફ સ્ટેટ મિનિસ્ટર્સ અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રૉપર્ટીઝ પરનો GST વર્તમાન ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાની ફેવરમાં છે. ગઈ કાલે મળેલી એક બેઠકમાં તેમણે આ મત વ્યક્ત કર્યો હતો. ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલના વડપણ હેઠળ એક ગ્રુપની રચના આ વિષયમાં કરાઈ હતી, જેણે રિયલ એસ્ટેટ સેક્ટરનો અભ્યાસ કરીને GST વિશે ભલામણ કરવાની હતી. આ ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે અફૉર્ડેબલ હાઉસિસ પરનો GST પણ આઠ ટકાથી ઘટાડીને ત્રણ ટકા કરવાની તરફેણ કરી છે.

આ ગ્રુપના રિપોર્ટને એક સપ્તાહમાં આખરી સ્વરૂપ અપાશે અને એને GST કાઉન્સિલની આગામી બેઠકમાં મુકાશે. સત્તાવાર સાધનોની માહિતી મુજબ ગ્રુપે રેસિડેન્શિયલ પ્રૉપર્ટી પર ઇનપુટ ટૅક્સ-ક્રેડિટ વિના GST પાંચ ટકા કરવા અને અફૉર્ડેબલ હાઉસિંગમાં ત્રણ ટકા કરવાનું સૂચવ્યું છે. અત્યારે બાંધકામ હેઠળની અને રેડી ટુ સેલ પ્રૉપર્ટી પર (જ્યાં કમેન્સમેન્ટ સર્ટિફિકેટ ઇશ્યુ થયું નથી) ઇનપુટ ટૅક્સ-ક્રેડિટ સાથે ૧૨ ટકા GST લાગે છે.

આ પણ વાંચો : RBIએ ઘટાડ્યા વ્યાજના દર, જાણો તમને કેટલો થશે ફાયદો?

GST માળખાના અમલ પહેલાં આવી પ્રૉપર્ટીઝ પર ૧૫થી ૧૮ ટકા ટૅક્સ લાગતો હતો. GST માળખામાં જ્યાં વેચાણ વખતે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ ઇશ્યુ થયું છે ત્યાં ખરીદનાર પર GST લાગતો નથી. GST અમલમાં આવ્યા બાદ બિલ્ડર્સ વિરુદ્ધ એવી ફરિયાદ આવતી હતી કે તેઓ એનો લાભ ગ્રાહકોને પસાર કરતા નથી, જેને અનુલક્ષીને એક ગ્રુપની સ્થાપના નાણાપ્રધાને કરી હતી.

goods and services tax