સારા સમાચાર, મફતમાં ફાઈલ કરી શકાશે GST રિટર્ન, 80 લાખ વેપારીઓને લાભ

29 May, 2019 09:01 PM IST  |  દિલ્હી

સારા સમાચાર, મફતમાં ફાઈલ કરી શકાશે GST રિટર્ન, 80 લાખ વેપારીઓને લાભ

GSTN નેટવર્કે દેશના 80 લાખ વેપારીઓને મોટી રાહત આપી છે. જીએસટીએન નેટવર્ક દ્વારા મંગળવારે મહત્વની જાહેરાત કરાઈ છે. આ જેહારાત પ્રમાણે રૂપિયા 1.50 કરોડ સુધીનો વાર્ષિક વેપાર ધરાવતા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસને મફતમાં એકાઉન્ટિંગ તથા બિલિંગ અંગેનું સોફ્ટવેર આપવામાં આવશે. આ પગલાંને કારણે લગભગ 80 લાખ જેટલા નાના વેપારીઓને ફાયદો થશે. અને ફ્રીમાં જીએસટી રિટર્ન ફાઈલ થઈ શક્શે. આ પહેલા પણ GSTની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને તેમાં ઝડપ લાવવા માટે નાણા મંત્રાલય દ્વારા GST રિફંડની મંજૂરી અને પ્રોસેસિંગ બંને કામ એક જ નિગમ પાસે કરાવાનો નિર્ણય લેવાયો હતો.

GSTN દ્વારા જાહેરાત કરાઈ છે કે,' આ સોફ્ટવેરના કારણે કંપનીઓને બિલ અને જમા-ઉધારની વિગતો તૈયાર કરવામાં, ગોડાઉનમાં રહેલા માલ-સામાનની વિગતો તૈયાર રાખવામાં અને જીએસટી રિટર્ન તૈયાર કરવામાં મદદ મળશે. આ સોફ્ટવેર પોર્ટલ www.gst.gov.in પરથી વેપારીઓ મફતમાં ડાઉનલોડ કરી શક્શે'

આ સોફ્ટવેર ફ્રીમાં આપવા માટે GSTNદ્વારા નાણાકિય વર્ષમાં રૂ.1.50 કરોડથી ઓછો વેપાર ધરાવતા MSMEને સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવા માટે બિલ અને એકાઉન્ટિંગ સોફ્ટવેર વિક્રેતાઓ સાથે કરાર કરવામાં આવ્યો છે. તેના માટે કરદાતાઓએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં." GSTNએ આપેલી માહિતી પ્રમામે દેશમાં લગભગ 80 લાખ MSME એવા છે, જેનો વાર્ષિક વેપાર રૂ.1.50 કરોડથી ઓછો છે.

goods and services tax business news national news