GSTની 224 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ: આઠ કંપની સમૂહોએ કરી દગાબાજી

14 March, 2019 08:56 AM IST  |  હૈદરાબાદ

GSTની 224 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ: આઠ કંપની સમૂહોએ કરી દગાબાજી

જીએસટી

હૈદરાબાદ સેન્ટ્રલ GST કમિશનરેટે મંગળવારે રાત્રે જણાવ્યા મુજબ આ કૌભાંડના મુખ્ય સૂત્રધારને પકડી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી ૧૯.૭૫ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

આ કંપનીઓના અધિકારીઓનાં રહેણાક તથા બિઝનેસનાં સ્થળોએ મંગળવારે રાત્રે પડાયેલી ધાડ દરમ્યાન અનેક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કંપનીઓ લોખંડ અને સ્ટીલ પ્રોડક્ટ્સના બિઝનેસમાં સંકળાયેલી છે. તેમણે વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સની સપ્લાય કર્યા વગર જ બનાવટી ઇન્વૉઇસ બનાવ્યાં હતાં અને પોતાના જ સમૂહમાં અન્ય કરદાતાઓને ઇનપુટ ટૅક્સ ક્રેડિટ આપી હતી. આ કામ જુલાઈ, ૨૦૧૭થી ચાલતું હતું.

આ સમૂહોમાંથી પાંચ કંપનીઓનાં સરનામાં સમાન હતાં. એમાંથી ઘણા ડિરેક્ટરો/ભાગીદારો/માલિકો પણ એક જ હતા, એમ કમિશનરેટની યાદીમાં જણાવાયું હતું.

આ પણ વાંચો : રાહુલ બજાજનું બજાજ ફિનસર્વના ચૅરમૅન અને નૉન-એક્ઝિક્યુટિવપદેથી રાજીનામું

આ કંપનીઓ ટર્નઓવર વધારે બતાવવા માટે સક્યુર્લણર બનાવટી ટ્રેડિંગ પણ કરાવતી હતી. કોલેટરલ સિક્યૉરિટી વગર ક્રેડિટ સુવિધા અથવા લેટર ઑફ ક્રેડિટ સુવિધા દ્વારા બૅન્કોની સાથે પણ દગાબાજી કરવાની રીત તેમણે અપનાવી હતી, એમ યાદીમાં જણાવાયું હતું.

goods and services tax hyderabad