આજે GST કાઉન્સિલની 36મી બેઠક, સ્કૂટરના દરમાં ઘટાડો થઈ શકે

25 July, 2019 10:15 AM IST  |  નવી દિલ્હી

આજે GST કાઉન્સિલની 36મી બેઠક, સ્કૂટરના દરમાં ઘટાડો થઈ શકે

જીએસટી

ગુડ્‌સ એન્ડ સર્વિસ ટૅક્સ કાઉન્સિલની ૩૬મી બેઠક ૨૫ જુલાઈએ થશે. આ બેઠકને નાણાપ્રધાન નિર્મલા સીતારમણ વિડિયો કૉન્ફરન્સથી સંબોધિત કરશે. આ બેઠકમાં બૅટરીથી ચાલતી કાર અને સ્કૂટરમાં જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી આ બધી વસ્તુ સસ્તી થઈ શકે છે. આ પ્રસ્તાવ ગત જીએસટી બેઠકમાં પણ આવ્યો હતો, પરંતુ તે સમયે કેટલાક સભ્યોએ કહ્યું કે, જે ઈલેક્ટ્રિક વ્હીકલ છે અને જે ચાર્જર છે તેની કિંમતમાં અંતર છે. તેથી આ પૂરા પ્રસ્તાવને એક વાર ફરી ફિટમેન્ટ કમિટીમાં મોકલવો જોઈએ.

આ પણ વાંચો : મૉબ લિન્ચિંગઃ ફિલ્મજગતની 49 જેટલી હસ્તીઓએ વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો

ઉલ્લેખનીય છે કે, ઈ-વાહનોના ઘરેલુ સ્તર પર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રએ જીએસટી દરને ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાની ભલામણ કરી છે. જો આવું થશે તો દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ભાવમાં ઘટાડો આવશે.

goods and services tax nirmala sitharaman national news