સસ્તુ થશે ઘર ખરીદવાનું સ્વપ્ન

06 January, 2019 04:01 PM IST  | 

સસ્તુ થશે ઘર ખરીદવાનું સ્વપ્ન

ઈમારતો પર જીએસટી ધટી શકે છે

GST કાઉન્સિલની આગામી બેઠકમાં ઘર ખરીદદારોને મોટી રાહત મળી શકે છે. 10 જાન્યુઆરીના રોજ થનારી આ બેઠકમાં નિર્માણાધીન ફ્લેટ્સ અને ઘરો પર જીએસટીના દર ઘટાડીને 5% કરવા પર વિચાર કરવામાં આવી શકે છે. જીએસટી કાઉન્સિલની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાપ્રધાન કરી રહ્યા છે. જેમાં બધા રાજ્યના નાણાપ્રધાન પણ સામેલ રહેશે.

જીએસટીની છેલ્લી બેઠકમાં 28% વાળા ટેક્સ સ્લેબમાંથી ઘણી વસ્તુઓને બહાર કાઢતા 23 વસ્તુઓ અને સેવાઓ પર લાગનારા ટેક્સ પર કાપ મુકવામાં આવી હતી. જીએસટીના 28% વાળા ટેક્સ સ્લેબમાં હવે માત્ર 28 વસ્તુઓ બાકી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'જીએસટી કાઉન્સીલની બેઠક હવે 10 જાન્યુઆરીએ થવાની છે. આ કાઉન્સીલની 32મી બેઠક છે. અગાઉની બેઠક પછી મીડિયા સાથે વાત કરતા નાણાપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે હવે થનારી બેઠકમાં રહેણાંક સંપત્તિઓ પર લાગનારા ટેક્સને ઓછો કરવા બાબતે અને MMEના થ્રેસહોલ્ડ લિમિટને 20 લાખ રુપિયાથી વધારવા પર વિચાર કરવામાં આવશે.'

અધિકારીઓએ જણાવ્યું છે કે બેઠકમાં નિર્માણાધીન ઈમારતો અને ફ્લેટ્સના દરોને ઓછા કરીને 5% કરવામાં આવી શકે છે. અત્યારે નિર્માણાધીન ઈમારતો અને જે ઘરો બનીને તૈયાર છે તેના પર 12% જીએસટી લાગે છે. જો કે વેચાણ વખતે ખરીદદારોને એ મકાનો પર જીએસટી નહીં ચૂકવવો પડે જેમને કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ મળી ચૂક્યું છે.

 

આ પણ વાંચો: ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલે એડવાન્સ ટેક્સ પેટે ચુકવ્યા 699 કરોડ

 

જીએસટી આવકમાં ઘટાડો

જીએસટીના અંતર્ગત સતત બીજા મહિને કુલ આવકમાં ઘટાડો આવ્યો છે. ડિસેમ્બરમાં સરકારને જીએસટીથી 94,726 કરોડ રુપિયાની આવક જ્યારે નવેમ્બરમાં 97,637 કરોડની આવક થઈ હતી. જીએસટીની આવક ઓક્ટોબરમાં 1 લાખ કરોડ રૂપિયાની આવકને પાર કરી હતી.

goods and services tax arun jaitley