GMR ઇન્ફ્રાને ૫૬૧ કરોડ રૂપિયાની ખોટ થઈ

16 February, 2019 10:38 AM IST  | 

GMR ઇન્ફ્રાને ૫૬૧ કરોડ રૂપિયાની ખોટ થઈ

GMR ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વૉર્ટરમાં ૫૬૧.૦૪ કરોડ રૂપિયાની ખોટ થઈ છે. આ સામે કંપનીને ગયા વર્ષના સમાન ગાળાના અંતે ૫૭૮.૪૦ કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. આ સત્રમાં કંપનીની આવક ૨૨૭૬ કરોડ રૂપિયાથી ઘટીને ૨૧૧૯.૮૭ કરોડ રૂપિયા થઈ છે. આ જૂથને પાવર વર્ટિકલમાં ૧૮૪.૪૮ કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. જોકે આ ખોટ ઍરર્પોટ સેગમેન્ટને થયેલી ૩૬૪.૭૪ કરોડ રૂપિયાના નફા સામે સરભર થઈ છે. જોકે એનર્જી‍ અને હાઇવે સેક્ટરમાં નુકસાન થયું હોવાને કારણે કંપનીના એકંદર પ્રદર્શનમાં નુકસાન નોંધાયું છે. આગામી ૧૨ મહિનામાં ધિરાણની ચુકવણી કરવા અને સારીએવી માત્રામાં રોકડપ્રવાહ સર્જવા માટે કંપની અસ્ક્યામતોનું મુદ્રીકરણ, નાણાકીય સંસ્થાઓ પાસેથી ભંડોળનું એકત્રીકરણ જેવાં પગલાં લઈ રહી છે.

આ પણ વાંચોઃ GMR ઇન્ફ્રાને ૫૬૧ કરોડ રૂપિયાની ખોટ થઈ

કંપનીના ઍરર્પોટ બિઝનેસ દ્વારા ૧૩૫૮.૩૮ કરોડ રૂપિયાનો નફો થયો છે, જ્યારે પાવર સેગમેન્ટ દ્વારા થયેલી આવક ૪૩૦.૫૪ કરોડ રૂપિયાથી ઘટીને ૧૪૫.૭૪ કરોડ રૂપિયા થઈ છે.