સચિન બંસલે ઓલામાં ૬૫૦ કરોડનું રોકાણ કર્યું

20 February, 2019 09:19 AM IST  | 

સચિન બંસલે ઓલામાં ૬૫૦ કરોડનું રોકાણ કર્યું

ફ્લિપકાર્ટના સહસ્થાપક સચિન બંસલ

ફ્લિપકાર્ટના સહસ્થાપક સચિન બંસલે ટૅક્સી-સર્વિસ ઓલામાં ૬૫૦ કરોડનું રોકાણ કર્યું છે. એને પગલે આ ભારતીય કંપનીને હરીફ ઉબર સાથે સ્પર્ધા કરવા માટે વધુ દારૂગોળો મળી ગયો છે.

ઓલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ રોકાણ સચિનની વ્યક્તિગત ક્ષમતામાં છે અને ઓલામાં એક વ્યક્તિ દ્વારા કરાયેલું અત્યાર સુધીનું સૌથી મોટું ફાઇનૅન્સ છે.

ઓલાએ જાન્યુઆરીમાં સચિનને ૧૫૦ કરોડના શૅરો જારી કર્યા હતા.

ફ્લિપકાર્ટમાં વૉલમાર્ટે ૭૭ ટકા હિસ્સો ૧૬ અબજ ડૉલરમાં ખરીદી લીધા બાદ સચિને ફ્લિપકાર્ટ છોડી દીધી હતી. સચિને એક દાયકા અગાઉ બિન્ની બંસલ સાથે મળીને ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી.

સચિન જણાવ્યું હતું કે ઓલા ભારતના સૌથી વધુ આશાસ્પદ બિઝનેસ પૈકીનો એક છે.

આ પણ વાંચો : અમેરિકી ડૉલરની નબળાઈથી સોનું દસ મહિનાની ઊંચાઈએ

આશરે ૧ અબજ ડૉલર એકત્ર કરવાની ઓલાની યોજનાના ભાગરૂપે સચિને આ રોકાણ કર્યું છે.

ઓલા ભારત ઉપરાંત ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં ઉબરની પ્રતિસ્પર્ધી છે.

flipkart ola