વીડિયોકોન લોન મામલો: ED કરી રહ્યું છે ચંદા કોચરની પૂછપરછ

02 March, 2019 02:20 PM IST  |  મુંબઈ

વીડિયોકોન લોન મામલો: ED કરી રહ્યું છે ચંદા કોચરની પૂછપરછ

ચંદા કોચરની વધી શકે મુશ્કેલી

આઇસીઆઇસીઆઇ બેંક-વીડિયોકોન લોન મામલે અનેક દરોડા અને સર્ચ ઓપરેશન પછી એન્ફોરન્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બેંકની પૂર્વ સીઇઓ અને એમડી ચંદા કોચરને પૂછપરછ માટે બોલાવી છે.

ઇડીએ કોચરની સાથે વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂતને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. શુક્રવારે ઇડીએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડ્રિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ ચંદા કોચર અને વેણુગોપાલ ધૂતના ઘરે ઓફિસ સહિત ઘણા ઠેકાણાઓ પર દરોડા પાડીને તલાશી લીધી હતી.

આ પણ વાંચોઃ વિડીયોકોન-ICICI કેસઃ ચંદા કોચર, વેણુગોપાલ ધૂતના ઘર-ઑફિસ પર EDનાં દરોડાં

એજન્સીએ તેને મહિનાની શરૂઆતમાં પ્રિવેન્શન ઑફ મની લોન્ડ્રિંગ ઍક્ટ હેઠળ ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને ધૂત સહિત અન્ય લોકો વિરુદ્ધ આપરાધિક મામલો નોંધ્યો હતો. તેમના વિરુદ્ધ આ મામલો વીડિયોકોન ગ્રુપને આપવામાં આવેલા 1875 કરોડ રૂપિયાની લોન દરમિયાન થયેલી અનિયમિતતા સાથે જોડાયેલો છે.

ઇડીના અધિકારીઓએ પોલીસની સાથે મળીને શુક્રવારની સવારે દરોડા પાડ્યા. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે અમે પુરાવાઓની શોધ કરી રહ્યા છે. ઇડી તરફથી મની લોન્ડ્રિંગના મામલે કેસ નોંધાય તે પહેલા સીબીઆઇએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. સીબીઆઇએ પોતાની ફરિયાદમાં ચંદા કોચર, દીપક કોચર અને ધૂતની સાથે તેમની કંપનીઓ, વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ અને વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને પણ સામેલ કરી હતી.

સીબીઆઇએ આ ઉપરાંત ધૂતની બનાવવામાં આવેલી કંપની સુપ્રીમ એનર્જી અને દીપક કોચરના નિયંત્રણવાળી કંપની ન્યૂપાવર રિન્યુએબલ્સને પણ નોમિનેટ કરી છે.

icici bank