જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલને ત્યાં દરોડા, વિદેશમાં કંપનીઓનો ખુલાસો

25 August, 2019 11:32 AM IST  |  દિલ્હી

જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલને ત્યાં દરોડા, વિદેશમાં કંપનીઓનો ખુલાસો

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ

પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઈડીએ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના ઘરે દરોડા કર્યા છે. જેમાં તેમની 19 કંપનીઓ વિશે ખુલાસો થયો છે. આ 19માંથી 5 કંપનીઓ વિદેશમાં છે. તેના પરથી એ પણ ખુલાસો થયો છે કે શંકાસ્પદ લેવડદેવડ દ્વારા પૈસા વિદેશ મોકલીને કૌભાંડ કરવામાં આવ્યું છે. ઈડીએ દિલ્હી અને મુંબઈમાં 12 જગ્યાએ તપાસ કરી હતી, જેમાં જેટ એરવેઝના અધિકારીઓના ઠેકાણા પણ સામેલ હતા. એક વરિષ્ઠ ઈડી અધિકારીએ જણાવ્યું કે ગોયલ અને લાંબા સમય સુધી તેમના સહયોગી રહેલા હસમુખ ગાર્દીના ઘરે દરોડા થયા હતા.

અધિકારીઓના કહેવા પ્રમાણે તપાસ દરમિયાન વિદેશી કંપનીઓને કરાયેલી ચૂકવણીના દસ્તાવેજો અને ડિજીટલ પુરાવા કબજે કરવામાં આવ્યા છે. અધિકારીના કહેવા પ્રમાણે જેટ એરવેઝ અને ગોયલ વિરુદ્ધા જુદા જુદા સૂત્રો દ્વારા મળેલી ફરિયાદને આધારે ફૉરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કથિત નિયમ ભંગની તપાસ કરી રહી છે.

તેમણે કહ્યું કે આ વર્ષે માર્ચ મહિનામાં એરલાઈનનું અધ્યક્ષપદ છોડનાર ગોયલની 19 ખાનગી કંપનીઓ છે, જેમાંથી 14 ભારતમાં અને 5 વિદેશમાં રજિસ્ટર્ડ છે. અધિકારીઓ કહ્યું કે ગોયલ અપ્રત્યક્ષરીતે વિદેશમાં જુદી જુદી કંપનીઓ પર નિયંત્રણ ધરાવતા હતા, જેમાંથી કેટલીક કંપનીઓ ટેક્સ હેવન દેશમાં છે.

તેમણે જણાવ્યા છે કે,'પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગોયલે ટેક્સ બચાવવા માટે ભારતીય અને વિદેશી કંપનીઓ વચ્ચે ઘણી શંકાસ્પદ લેવડ દેવડ કીર અને પૈસા દેશની બહાર મોકલ્યા છે. દુબઈમાં પોતાની કંપનીને જેટ એરલાઈનની સેલ એજન્ટ બનાવીને મોટા પ્રમાણમાં પૈસા મોકલવામાં આવ્યા, જેની સર્વિસના બદલામાં મોટી રકમ ચૂકવાઈ છે.

આ પણ વાંચોઃ હૈદરાબાદમાં Amazon ની સૌથી મોટી ઓફિસ તૈયાર, ભારતમાં 200 કરોડનું રોકાણ કરશે

અધિકારીઓનું કહેવું છે કે આ તપાસ પરથી લાગી રહ્યું છે કે ગોયલે પોતાના વિદેશ સ્થિતિ બેન્ક અકાઉન્ટમાં મોટા પ્રમાણમાં પૈસા મોકલ્યા છે, જે FEMAનું ઉલ્લંઘન છે.

jet airways business news