EPFO એના મેમ્બર્સને શૅરોમાં રોકાણ વધારવાનો વિકલ્પ પૂરો પાડશે

03 January, 2019 08:18 AM IST  | 

EPFO એના મેમ્બર્સને શૅરોમાં રોકાણ વધારવાનો વિકલ્પ પૂરો પાડશે

EPFO આપશે વધુ એક વિકલ્પ

રિટાયરમેન્ટ ફન્ડની સંસ્થા - એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન ના સબસ્ક્રાઇબર્સને અન્ય સામાજિક સુરક્ષા લાભો અને તેમના ભંડોળના સંચાલન માટે ડિજિટલ સાધનો ઉપરાંત નવા વર્ષમાં તેમની બચતનું ઇક્વિટી માર્કેટમાં વધુ રોકાણ કરવા માટે એક વિકલ્પ મળી શકે છે.

હાલમાં EPFO રોકાણપાત્ર ડિપોઝિટ્સના 15 ટકા સુધીનું રોકાણ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સમાં કરે છે અને અત્યાર સુધીમાં એમાં ૫૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. જોકે, ETFમાંના મૂડીરોકાણનું પ્રતિબિંબ મેમ્બર્સના ખાતામાં પડતું નથી. તેમને પોતાની વધુ બચત શૅર્સમાં રોકવા માટેનો વિકલ્પ ઉપલબ્ધ હોતો નથી.

EPFO હવે એવું સૉફ્ટવેર વિકસાવી રહ્યું છે કે જેમાં નિવૃત્તિ માટેની બચતો અને ચ્વ્જ્sમાં કરેલા રોકાણને અલગ-અલગ દર્શાવવામાં આવશે. ત્યાર બાદ EPFO મેમ્બર્સને શૅરબજારમાં તેમના રોકાણને વધારવા કે ઘટાડવાનો વિકલ્પ પૂરો પાડશે. આ વર્ષના પ્રારંભે EPFOની નિર્ણાયક સંસ્થા - સેન્ટ્રલ ર્બોડ ઑફ ટ્રસ્ટીઝે આવો વિકલ્પ પૂરો પાડવાની શક્યતા તપાસવાનું સૂચન કર્યું હતું. CBT ચૅરમૅન અને શ્રમપ્રધાન સંતોષ ગંગવારે કહ્યું કે ‘આવા સંખ્યાબંધ ડિજિટલ ટૂલ્સ દાખલ કરીને કામદારો તેમ જ કર્મચારીઓ માટેનો સર્વિસ સ્તર હળવો બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ NSEL કેસમાં બ્રોકરોની સામે આકરાં પગલાં લેવા માટે SFIOએ પણ સરકારને સૂચન કર્યું

એમ્પ્લૉયરના ફાળાનો હિસ્સો 12 ટકાનો કરીને આશરે 90 લાખ નવા કર્મચારીઓને EPFO મારફત સોશ્યલ સિક્યૉરિટીનો લાભ પૂરો પાડવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ સરકાર કર્મચારીઓના પૂરા કોન્ટ્રિબ્યુશનની ચુકવણી 1 એપ્રિલ, 2018થી ત્રણ વર્ષના ગાળા માટે નવા અને જૂના કર્મચારીઓ માટે કરે છે.

finance ministry