SBIએ MCLRમાં કર્યો વધારો, હવે વધશે તમારા હોમ લોન અને ઑટો લોનના EMI

24 December, 2018 01:44 PM IST  | 

SBIએ MCLRમાં કર્યો વધારો, હવે વધશે તમારા હોમ લોન અને ઑટો લોનના EMI

(પ્રતીકાત્મક તસવીર)

સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના વ્યાજના દરમાં વધારો કર્યો છે. આજે બેંકે MCLRના દરમાં 5 બેઝિસ પોઈન્ટ્સ (0.05) ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે SBIની એક વર્ષની MCLR હવે 8.55 ટકા થશે. જણાવીએ કે MCLR એક બેન્ચમાર્ક દર હોય છે. આ દરે જ કોઈ પણ બેંકથી મળતો વ્યાજદર નક્કી થતો હોય છે. તેના કરતાં ઓછા દરે દેશની કોઈપણ બેંક લોન આપી શકે નહીં, સામાન્ય રીતે કહીએ તો તેને આધારદર કહી શકાય.

SBIના આ નિર્ણયની અસર

SBIની આ નવી  MCLR દર આજથી જ (10 ડિસેમ્બર 2018) લાગુ પાડી દેવામાં આવી છે. હવે આ વધારા પછી હોમ લોન, ઑટો લોન અને અન્ય પ્રકારની લોન્સના વ્યાજદરમાં વધારો નક્કી જ માનવામાં આવે છે.  સામાન્ય રીતે કહીએ તો જો તમે હોમ લોન લઈ લીધી છે તો તમારી EMI આ મહિનાથી જ વધી જશે.

SBIની ઓવરનાઈટ MCLR હવે 8.20 ટકા થઈ ગઈ છે. ત્રણ મહિનાની MCLR 8.25 ટકા જ્યારે છ મહિનાની MCLR 8.40 ટકા થઈ ગઈ છે. આ સિવાય એક વર્ષ માટે MCLR 8.55 ટકા થઈ ગઈ છે. આ માહિતી SBIની વેબસાઈટ પર છે. MCLRમાં વધારાની સાથે જ બેંકના બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ (BPLR)અને બેઝ રેટ પણ વધારીને 13.80 ટકા અને 9.05 ટકા કરી દેવામાં આવી છે. આ બન્નેમાં 5 બેઝિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે.

state bank of india