ઓટોમોબાઈલ સેક્ટરમાં મંદી, Hero MotoCorpનું પ્રોડક્શન 4 દિવસ માટે બંધ

16 August, 2019 02:31 PM IST  | 

ઓટોમોબાઈલ સેક્ટરમાં મંદી, Hero MotoCorpનું પ્રોડક્શન 4 દિવસ માટે બંધ

Hero MotoCorpનું પ્રોડક્શન 4 દિવસ માટે બંધ

ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રી છેલ્લા ઘણા સમયથી મંદીની માર જીલી રહ્યું છે. તેની અસર દરેક કંપનીઓને પડી રહી છે. ત્યારે મળી રહેલી માહિતી પ્રમાણે દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની Hero MotoCorp એ કંપનીની મેનુફેક્ચરિંગ યુનિટ 4 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ નિર્ણય માગમાં ઘટાડો થવાના કારણે કર્યો છે. આ સાથે જ હિરો મોટોકોર્પે સંકેત આપ્યા છે કે કંપની તણાવની પરિસ્થિતિમાંથી ગૂજરી રહી છે. જો કે સ્વાતંત્ર્ય દિવસ, રક્ષાબંધન તહેવારોમાં પણ વાહનોના વેચાણમાં આગળના વર્ષો કરતા ઘટાડો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિ બજારની માગને સાફ દર્શાવી રહી છે.

ડિમાન્ડમાં ઘટાડો થવાના કારણે ભારતમાં ઓટો સેક્ટર હાલ ખરાબ સમયમાંથી ગૂજરી રહ્યું છે. છેલ્લા 3 મહિનામાં ઓટો ઈન્ડસ્ટ્રીમાં લાખો નોકરિયોનું નુકસાન થયું છે હાલમાં જ જાહેર થયેલા આંકડામાં છેલ્લા 9 મહિનાથી સતત ઘટાડો થઈ રહ્યો છે. હિરો મોટોકોર્પ પહેલી ઓટો કંપની નથી જેણે પોતાનું પ્રોડક્શન બંધ કર્યું હોય. આ પહેલા ટાટા મોટર્સ, અશોક લેયલેન્ડ સાથે બીજી કંપનીઓએ પણ પોતાનું પ્રોડક્શન ટૂંકાવ્યૂ છે.

આ પણ વાંચો: Mission Mangal Collection : અક્ષય કુમારની સૌથી મોટી ઓપનીંગ ફિલ્મ બની

હિરો મોટોકોર્પ અનુસાર પ્રોડક્શન યોજના બજારમાં બજારની ડિમાન્ડ અને સપ્લાય પર નિર્ભર છે. આ યોજના અમારા પ્રોડક્શનને પહેલા કરતા વધારે સારી રીતે મદદ કરે છે જેના કારણએ વોલ્યૂમ અને પ્રોડક્શન શેડ્યૂલ બનાવવામાં સરળતા રહે છે.

gujarati mid-day business news