ટ્રેડ-વૉર ખતમ થવાની સંભાવના વધતાં સોનામાં પ્રૉફિટબુકિંગથી ઘટાડો

09 January, 2019 07:50 AM IST  |  | Mayur Mehta

ટ્રેડ-વૉર ખતમ થવાની સંભાવના વધતાં સોનામાં પ્રૉફિટબુકિંગથી ઘટાડો

સોનામાં પ્રૉફિટબુકિંગ જોવા મળ્યું

બુલિયન બુલેટિન

અમેરિકા-ચીન વચ્ચે પ્રથમ વખત ફેસ-ટુ-ફેસ મંત્રણાનો દોર ચાલુ થતાં તેમ જ અમેરિકાના કૉમર્સ સેક્રેટરીની પૉઝિટિવ કમેન્ટને પગલે ટ્રેડવૉર ખતમ થવાના ચાન્સિસ વર્લ્ડ માર્કેટને દેખાવા લાગ્યા હતા જેને પગલે અમેરિકન, યુરોપિયન અને એશિયન સ્ટૉકમાર્કેટ સુધર્યા હતા અને સોનામાં પ્રૉફિટબુકિંગ જોવા મળ્યું હતું. જોકે મીડિયમથી લૉન્ગ ટર્મ સોનાનું પ્રોજેક્શન હજી પણ બુલિશ હોવાના સ્પક્ટ સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને ચીને બે વર્ષ પછી ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો હતો અને અમેરિકા-જપાનનાં ઇકૉનૉમિક ઇન્ડિકેટરો નબળા આવતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય યથાવત્ રહ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો સર્વિસ સેક્ટરનો પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) ડિસેમ્બરમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૫૭.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૬૦.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૯ પૉઇન્ટની હતી. યુરો એરિયાનો રીટેલ ટ્રેડનો ગ્રોથ નવેમ્બરમાં ૦.૬ ટકા વધ્યો હતો જે ઑક્ટોબર જેટલો હતો, પણ માર્કેટની ધારણા માત્ર ૦.૧ ટકા જ વધારાની હતી. ચીનની ફૉરેન એક્સચેન્જ રિઝર્વ ડિસેમ્બરમાં ૧૧ અબજ ડૉલર વધીને ૩.૦૭૩ લાખ કરોડ ડૉલરે પહોંચી હતી. આ સતત બીજે મહિને વધારો હતો. જપાનનો કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૪૨.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૨.૯ પૉઇન્ટ હતો. અમેરિકાના સર્વિસ સેક્ટરના ડેટા નબળા આવતાં ડૉલર વધુ નબળો પડીને અઢી મહિનાના તળિયે પહોંચ્યો હતો અને સોનું મજબૂત મથાળે રેન્જબાઉન્ડ રહ્યું હતું. જોકે પાછળથી ડૉલર અને સ્ટૉકમાર્કેટ સુધરતાં સોનામાં પ્રૉફિટબુકિંગને પગલે ઘટાડો નોંધાયો હતો.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ચીને સવાબે વર્ષ પછી ગોલ્ડ રિઝર્વમાં એકસાથે ૧૦ ટનનો વધારો કર્યો હતો. ચીને ગોલ્ડ રિઝવર્નેૉ ૧૮૫૩ ટને પહોંચાડી છે. મેકવરી ગ્રુપના કૉમોડિટી સ્ટ્રૅટેજિસ્ટે ચીનના નિર્ણયને સોનાની માર્કેટ માટે તેજીમય બતાવ્યો હતો. ભારતે પણ નવેમ્બરમાં ૬.૫૪ ટન ગોલ્ડ રિઝર્વ વધારી હતી. ૨૦૧૮માં અનેક દેશોએ ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો હતો. લાંબા સમયથી સોનાની ખરીદીથી દૂર રહેતાં હંગેરી અને પોલૅન્ડે પણ ગોલ્ડ રિઝર્વ વધારી હતી. હંગેરીએ ગોલ્ડ રિઝર્વમાં ૧૦ ગણો વધારો કર્યો હતો જ્યારે પોલૅન્ડે ૪.૪ ટકાનો વધારો ગોલ્ડ રિઝર્વમાં કર્યો હતો. રશિયાએ ૨૦૧૮માં સરેરાશ દર મહિને ૨૦ ટન ગોલ્ડ રિઝર્વ વધારી હતી. ગોલ્ડ રિઝર્વ વધારવાનો ટ્રેન્ડ જે રીતે અનેક દેશોમાં વધી રહ્યો છે, એેમાંય ખાસ કરીને ભારત અને ચીન દ્વારા ગોલ્ડ રિઝર્વમાં થતો વધારો સોનામાં લૉન્ગ ટર્મ મોટી તેજીનો સંકેત આપે છે. અમેરિકાના ઍટલાન્ટના ફેડ પ્રેસિડન્ટે કમેન્ટ કરી હતી કે ફેડ ૨૦૧૯માં માત્ર એક જ વખત ઇન્ટરેસ્ટ રેટ વધારશે જે અગાઉ ત્રણ વખત વધારવાનું પ્રોજેક્શન હતું. ગોલ્ડ રિઝર્વ અને અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વધારાને લાગેલી બ્રેક સોનામાં સંગીન તેજી લાવશે, પણ આ વખતની તેજી ધીમી અને મક્કમ હશે.

આ પણ વાંચો : ફેડ ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ-રેટ નહીં વધારે એવા સંકેતોથી સોનામાં મક્કમ તેજી

ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ ૨૦૧૮માં ૨૦ ટકા ઘટી હોવાનો અંદાજ

ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ ૨૦૧૮માં ૨૦ ટકા ઘટીને ૭૬૨ ટન થઈ હોવાનો પ્રાથમિક અંદાજ દ્વેલરી ઇન્ડસ્ટ્રીઝનાં વતુર્ળોપએ મૂક્યો હતો. છેલ્લાં દસ વર્ષમાં ૨૦૧૮માં થયેલી સોનાની ઇમ્પોર્ટ બીજા ક્રમની સૌથી ઓછી ઇમ્પોર્ટ રહી હતી. ભારતમાં નોટબંધી અને ગુડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સની અસરે મની ક્રાઇસિસ તથા રૂપિયાના મૂલ્યમાં મોટી વધ-ઘટને કારણે સોનાની ઇમ્પોર્ટ ઘટી હોવાનું મનાય છે. ભારતીય માર્કેટમાં ગોલ્ડ ફ્યુચરમાં ૨૦૧૮માં આઠ ટકાનો વધારો થયો હતો અને એની સામે વર્લ્ડ માર્કેટમાં સોનું બે ટકા ઘટ્યું હતું, આમ લોકલ માર્કેટમાં સોનાના ઊંચા ભાવને કારણે પણ ડિમાન્ડ ઘટી હતી. ૨૦૧૯ના ફસ્ર્ટ હાફમાં ગોલ્ડની ડિમાન્ડ વધવાની જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝની ધારણા છે.

news