CBICએ GST અધિકારીઓને ચેતવ્યા:નવા રજિસ્ટ્રેશનની અરજીઓને બારીકાઈથી તપાસી

04 April, 2019 09:37 AM IST  | 

CBICએ GST અધિકારીઓને ચેતવ્યા:નવા રજિસ્ટ્રેશનની અરજીઓને બારીકાઈથી તપાસી

સેન્ટ્રલ ર્બોડ ઑફ ઇન્ડાઇરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સે (CBIC) અનુપાલનમાં નિષ્ફળ રહેવા બદલ જેમના અગાઉના રજિસ્ટ્રેશનને રદ કરવામાં આવ્યું હોય એવા બિઝનેસે કરેલી નવા GST રજિસ્ટ્રેશનની અરજીની ચકાસણી કરતી વખતે કર અધિકારીઓને સાવચેત રહેવા જણાવ્યું છે.

અરજદારે નવા રજિસ્ટ્રેશન ફૉર્મમાં પ્રોપ્રાઇટર, ડિરેક્ટર, અસોસિએશન્સના મૅનેજિંગ કમિટીના મેમ્બર્સ કે ર્બોડ ઑફ ટ્રસ્ટીઝ વગેરે વિગતો આપી હોય એ જ વિગતો કોઈ રદ થયેલા રજિસ્ટ્રેશનમાં છે કે કેમ તેની ચકાસણી કરવાનું ર્બોડે કહ્યું છે.

તાજેતરમાં વેરા અધિકારીઓએ અનુપાલન (કૉમ્પ્લાયન્સ) નહીં કરવા બદલ સંખ્યાબંધ રજિસ્ટ્રેશન રદ કર્યાં છે.

જોકે, વેરા અધિકારીઓના ધ્યાન પર એ બાબત આવી છે કે આવા બિઝનેસ રજિસ્ટ્રેશન વિના કામકાજ ચાલુ રાખે છે અને રજિસ્ટ્રેશન રદ કરવાની અરજી કરવાને બદલે નવા રજિસ્ટ્રેશન માટેની અરજી કરે છે, જેથી તેઓ અગાઉના રજિસ્ટ્રેશન હેઠળના વેરાથી બચી શકે.

અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે જેમનાં રજિસ્ટ્રેશન અગાઉ રદ કરવામાં આવ્યાં છે એવા વેપારોના નવા રજિસ્ટ્રેશનમાં સાવચેતી રાખવામાં આવે. ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (GST) વ્યક્તિને એક જ રાજ્યમાં એક જ પર્મનન્ટ અકાઉન્ટ નંબર (ભ્ખ્ફ્) પર અલગ રજિસ્ટ્રેશન લેવાની છૂટ આપે છે. જોકે, વેરા અધિકારી અરજદારે આપેલી અરજી કે સુપરત કરેલા દસ્તાવેજોમાંની માહિતી ત્રુટિપૂર્ણ લાગે તો અરજીને નામંજૂર કરી શકે છે.

આ પણ વાંચોઃ માર્ચમાં મૅન્યુફૅક્ચરિંગનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટીએ રહ્યો

આવા કિસ્સામાં અરજીમાં વેપારની શરૂઆતની તારીખ કે જેના આધારે વેરાની જવાબદારી નક્કી થાય છે અને રજિસ્ટ્રેશનની આવશ્યકતા માટેનું કારણ જેવી વિગતો છુપાવેલી હોઈ શકે છે. આવી વ્યક્તિઓ અગાઉ સમાન ભ્ખ્ફ્ પર મેળવેલા GSTની વિગતો પણ કદાચ નહીં આપે. વેરા અધિકારીએ અગાઉના રદ થયેલા રજિસ્ટ્રેશનની માહિતીને નવા રજિસ્ટ્રેશનની અરજી સાથે સરખાવવાની રહેશે અને અગાઉના નિયમભંગની વર્તમાનમાં શું સ્થિતિ છે એ ચકાસવાની રહેશે.

news