ચંદા કોચર અને ICICI બેંક મામલે અન્ય આરોપીઓને પૂછપરછ માટે બોલાવશે CBI

29 January, 2019 02:21 PM IST  |  નવી દિલ્હી

ચંદા કોચર અને ICICI બેંક મામલે અન્ય આરોપીઓને પૂછપરછ માટે બોલાવશે CBI

ચંદા કોચર (ફાઇલ ફોટો)

ગયા અઠવાડિયે થયેલી છાપામારી દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ પૂરી કર્યા પછી હવે સીબીઆઇ આઇસીઆઇસીઆઇ બેંક મામલે સામેલ પૂર્વ સીઇઓ ચંદા કોચરને પૂછપરછ માટે બોલાવશે. આ જાણકારી એક અધિકારીએ આપી છે.

અધિકારીએ જણાવ્યું કે સીબીઆઇ વીડિયોકોન ગ્રુપ ન્યુપાવર રિન્યુએબલ અને સુપ્રીમ એનર્જીના કાર્યાલયોમાં તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. આ તમામ કંપનીઓનું સંચાલન ચંદા કોચરના પતિ દીપક કોચર કરે છે. જ્યારે આ અધિકારીને પૂછવામાં આવ્યું કે જ્યારે ચંદા કોચરનું નામ એફઆઇઆરમાં છે તો તેમના આવાસને 24 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં કેમ સામેલ કરવામાં નથી આવ્યું, તેના પર તેમણે જણાવ્યું કે આ વાત તપાસ અધિકારી નક્કી કરે છે કે કયા પરિસરની તલાશી લેવાવી જોઈએ.

આ પણ વાંચો: ચંદા કોચર વિરુદ્ધ FIR નોંધનાર સીબીઆઇ ઓફિસરની થઈ ટ્રાન્સફર

આ મામલે 22 જાન્યુઆરીના રોજ ફાઈલ કરવામાં આવેલી એફઆઇઆર પછી ઇન્ટરિમ સીબીઆઇ ડાયરેક્ટર એમ. નાગેશ્વર રાવના પ્રભારને બદલી નાખવામાં આવ્યો હતો અને આ મામલાનો પ્રભાર સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ મોહિત ગુપ્તાને આપવામાં આવ્યો હતો. સુધાંશુ ધર મિશ્રા જેમણે આ મામલે એફઆઇઆર નોંધાવી હતી, 23 જાન્યુઆરીના રોજ તેમની ટ્રાન્સફર રાંચી કરી દેવામાં આવી હતી.