નોટબંદી બાદ રદ થયેલી કંપનીઓનાં કાળાં કરતૂતો સામે ઍક્શન

30 March, 2019 11:51 AM IST  | 

નોટબંદી બાદ રદ થયેલી કંપનીઓનાં કાળાં કરતૂતો સામે ઍક્શન

ફાઈલ ફોટો

આશરે ત્રણ લાખ કંપનીઓ અત્યારે ઇન્કમ ટૅકસની નિગરાની હેઠળ આવી છે. ડિમૉનેટાઇઝેશન દરમ્યાન રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (ROC)માંથી રદબાતલ થયેલી આ કંપનીઓના બૅન્ક વ્યવહારોની બારીક ચકાસણી થશે. CBDTએ આ માટે ઇન્કમ ટૅક્સ વિભાગને સૂચના આપી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ત્રણ લાખ જેટલી કંપનીઓ તેમનાં IT રિટર્ન ફાઈલ કરતી નથી, જેથી તેમના બૅન્ક વ્યવહારોની ચકાસણી થશે.

આ કંપનીઓ મની લોન્ડરિંગ કરતી હોવાની શંકા છે, જેને પરિણામે બોર્ડે ઇન્કમ ટૅકસ વિભાગને તેમના બૅન્ક વ્યવહારોમાં કેટલાં નાણાં, કયારે જમા થાય છે, કયારે ઉપાડવામાં આવે છે એની તપાસ કરવાની છે. જો આમાં કોઈ પણ અસાધારણ વ્યવહાર જોવા મળશે અથવા તેના લાભકર્તા શંકાસ્પદ હશે તો તેમની સામે IT એકટ હેઠળ યોગ્ય કારવાઈ થશે.

આ પણ વાંચો : ચીનને પછાડીને ટાટાએ બનાવ્યો રેકોર્ડ,બની આવું કરનારી પહેલી ભારતીય કંપની

આવકવેરા વિભાગને શંકા છે કે આ કંપનીઓએ નોટબંદી દરમ્યાન કાળાં નાણાં બૅન્કોમાં જમા કરાવ્યાં હતાં અને ઘણી વ્યક્તિઓએ આવી કંપનીઓનો ઉપયોગ પોતાનાં નાણાં સફેદ કરવા માટે પણ કર્યો છે. તેમણે કૅશ ડિપોઝિટ માટે કંપનીના માળખામાં મલ્ટિ-લેયર સ્ટ્રક્ચર ઊભાં કર્યાં હતાં અને તેનો ઉપયોગ ગેરકાનૂની નાણાં બૅન્કોમાં જમા કરાવવા માટે કર્યો છે.

demonetisation