IT વિભાગે રિટર્ન્સ માટેનાં પગારદાર વર્ગ માટેના ITR-1માં કોઈ ફેરફાર નહીં

06 April, 2019 12:08 PM IST  | 

IT વિભાગે રિટર્ન્સ માટેનાં પગારદાર વર્ગ માટેના ITR-1માં કોઈ ફેરફાર નહીં

ફાઈલ ફોટો

પગારદાર વર્ગ માટેના સહજ કે ITR-૧માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે ITR ૨, ૩, ૫ અને નાં કેટલાંક સેક્શન્સ તર્કબદ્ધ બનાવવામાં આવ્યાં છે. વ્યક્તિઓ, કંપનીઓ અને પેઢીઓએ ૨૦૧૮-૧૯માં કરેલી આવકનાં રિટર્ન્સ વર્તમાન નાણાકીય વર્ષ દરમ્યાન ફાઈલ કરવાનાં છે.

જેમની પાસે પગારની ૫૦ લાખ રૂપિયા સુધીની કુલ વાર્ષિક આવક, એક હાઉસ પ્રૉપર્ટી, અન્ય સ્રોતો (જેવા કે વ્યાજ) અને ૫૦૦૦ રૂપિયા સુધીની કૃષિ આવક હોય એ વ્યક્તિએ ITR-૧ ફાઈલ કરવાનું હોય છે.

ITR-૨ વ્યક્તિઓ અને હિંદુ અનડિવાઇડેડ ફૅમિલી (HUF) જેઓ વેપાર કે વ્યવસાયની આવક ધરાવતા નથી તેઓ દ્વારા અને ITR-૩ એવી વ્યક્તિઓ અને HUF દ્વારા ફાઈલ કરવામાં આવે છે, જેઓ વેપાર અથવા વ્યવસાયમાંથી થતી આવક કે નફો ધરાવે છે.

ITR-૪ અથવા સુગમ જેમની કુલ આવક ૫૦ લાખ રૂપિયા સુધીની હોય અને વેપાર અને વ્યવસાયની અનુમાનિત આવક ધરાવતી હોય એવી વ્યક્તિઓ, HUF અને પેઢીઓ દ્વારા ફાઈલ કરવામાં આવે છે.

આ પણ વાંચો : જપાનના નબળા ઇકૉનૉમિક ડેટાથી ડૉલર ઊછળતાં સોનું અઢી મહિનાના તળિયે

જેઓ ITR-૩ અને ITR-૬ (કંપનીઓ) ફાઈલ કરે છે તેમણે ટર્નઓવર કે ગ્રોસ આવક જાહેર કરવાની રહે છે. આ ફૉર્મમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સનો સમાવેશ ITR-૩ અને ITR-૬માં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમનાં અકાઉન્ટ ઑડિટ કરવાની આવશ્યકતા નથી હોતી તેમણે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે.

income tax department