યુરોપ સાથે ટ્રેડવૉર-વર્લ્ડનો ગ્રોથ ઘટવાના IMF રિપોર્ટ બાદ સોનું સુધર્યુ

11 April, 2019 10:23 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

યુરોપ સાથે ટ્રેડવૉર-વર્લ્ડનો ગ્રોથ ઘટવાના IMF રિપોર્ટ બાદ સોનું સુધર્યુ

યુરોપિયન દેશોથી અમેરિકામાં ઇમ્ર્પોટ થતી ૧૧ અબજ ડૉલરની ચીજો પર ટેરિફ લાદવાની ધમકી બાદ નવું ટ્રેડવૉર થવાનો ભય વધ્યો હતો. વળી આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનેટરી ફંડ)એ વર્લ્ડ, અમેરિકા, ચીન, યુરોપ, કૅનેડા સહિત અનેક દેશોનો ગ્રોથરેટ ૨૦૧૯માં ઘટવાની આગાહી કરતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધ્યો હતો. આ બે ડેવલપમેન્ટને પગલે સોનું વધીને બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું. જોકે ઊંચામાં પ્રૉફિટ-બુકિંગથી સોનું નજીવું ઘટ્યું પણ હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ એપ્રિલમાં ઘટીને ૫૪.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૫૫.૭ પૉઇન્ટ હતો, જ્યારે સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ માર્ચમાં સહેજ વધીને ૧૦૧.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૧૦૧.૭ પૉઇન્ટ હતો. અમેરિકામાં જૉબ ઓપનિંગ ઘટીને ફેબ્રુઆરીમાં ૭૦.૮૭ લાખે પહોંચ્યા હતા, જે જાન્યુઆરીમાં ૭૬.૨૫ લાખ હતા. જપાનના મશીનરી ઑર્ડરમાં ફેબ્રુઆરીમાં ૧.૮ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં જાન્યુઆરીમાં ૫.૪ ટકાનો ઘટાડો થયો હતો, પણ માર્કેટની ધારણા ફેબ્રુઆરીમાં ૨.૫ ટકા વધારાની હતી. જપાનના મશીનરી ઑર્ડરમાં ચાર મહિના પછી પ્રથમ વખત વધારો નોંધાયો હતો. જપાનના પ્રૉડયુસર્સ પ્રાઇસમાં માર્ચમાં ૧.૩ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં જાન્યુઆરીમાં ૦.૯ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૧.૧ ટકા વધારાની હતી. અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટા અને યુરોપિયન દેશોથી ઇમ્ર્પોટ થતી ૧૧ અબજ ડૉલરની ચીજો પર ઇમ્ર્પોટ ટેરિફ લાદવાની ટ્રમ્પની કમેન્ટ બાદ ડોલર ઘટuો હતો અને સોનું વધીને બે સપ્તાહની ઊંચાઈએ મંગળવારે ૧૩૦૬.૦૯ ડૉલર થયું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પે ચીન બાદ હવે યુરોપિયન દેશોથી ઇમ્ર્પોટ થતી ચીજો પર ઇમ્ર્પોટ ટેરિફ લાદવાની ધમકી આપતાં ફરી ટ્રેડવૉરના ચાન્સીસ વધ્યા હતા. હજુ ચીન સાથે ટ્રેડવૉરના સમાધાનનો કોઈ ઉકેલ થયો નથી ત્યાં યુરોપીયન દેશો સાથે ટ્રેડવૉરનાં એંધાણથી ડોલર ઘટયો હતો. વળી ગ્લોબલ સ્લોડાઉનની શક્યતા આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનેટરી ફંડ)ના લેટેસ્ટ રિપોર્ટથી વધી હતી. આઇએમએફના એપ્રિલના રર્પિોટમાં ગ્લોબલ ગ્રોથ ૨૦૧૯માં ૩.૩ ટકા બતાવ્યો હતો, જે ૨૦૧૮માં ૩.૬ ટકા હતો. અમેરિકાનો ગ્રોથરેટ ૨૦૧૯માં ૨.૩ ટકા અને ૨૦૨૦માં ૧.૯ ટકા બતાવ્યો હતો, જે ૨૦૧૮માં ૨.૯ ટકા હતો. અમેરિકા સહિતની ઍડવાન્સ ઇકૉનૉમીનો ગ્રોથરેટ ૨૦૧૯માં ૧.૮ ટકા અને ૨૦૨૦માં ૧.૭ ટકા બતાવ્યો હતો, જે ૨૦૧૮માં ૨.૨ ટકા હતો. ચીનનો ગ્રોથરેટ ૨૦૧૯માં ૬.૩ અને ૨૦૨૦માં ૬.૧ ટકા બતાવ્યો હતો, જે ૨૦૧૮માં ૬.૬ ટકા રહ્યો હતો. યુરોપિયન દેશો, બ્રિટન, કૅનેડા, રશિયા અને તમામ એશિયન દેશોના ગ્રોથરેટ ૨૦૧૮ની સરખામણીમાં ૨૦૧૯માં ઘટવાનો અંદાજ રજૂ થયો હતો. આઇએમએફનો રર્પિોટ અને ટ્રમ્પની લીડરશિપમાં ટ્રેડવૉર અને અન્ય કૉન્ટ્રાવર્સીથી સોનામાં દરેક ઘટાડે નવી તેજી જોવા મળશે.

આ પણ વાંચોઃ સાચવજો, તમારા બેન્ક અકાઉન્ટમાંથી આ રીતે પણ થઈ શકે છે ચોરી

ડિજિટલ ગોલ્ડ અકાઉન્ટને જબ્બર પ્રતિસાદ : ડીમૅટ એકાઉન્ટથી બમણા થયા

ભારતમાં ડિજિટલ ગોલ્ડ અકાઉન્ટને જબ્બર પ્રતિસાદ મળ્યો છે. માર્ચના અંત સુધીમાં દેશમાં ડિજિટલ ગોલ્ડ અકાઉન્ટ ૮ કરોડને પાર કરી ગયું હતું, જે ડીમૅટ અકાઉન્ટથી બમણા હતા. દેશમાં ડીમૅટ અકાઉન્ટની સંખ્યા ૨૦૧૮ના અંતે ૩.૫ કરોડ હતી, જે ૨૦૧૯ના અંતે ૪ કરોડ થવાની ધારણા છે. ડીમૅટ એકાઉન્ટની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી, જ્યારે ડિજિટલ ગોલ્ડ અકાઉન્ટની શરૂઆત ૨૦૧૨-૧૩માં થઈ હતી. દેશમાં હાલ પે-ટીએમ, ગૂગલ પે, ફોન પે વગેરે એજન્સીઓ ડિજિટલ ગોલ્ડ ઑફર કરી રહી છે. ડિજિટલ અકાઉન્ટ મારફતે વાર્ષિક ૮થી ૯ ટન સોનું વેચાતું હોવાની ઇન્ડસ્ટ્રીઝની ધારણા છે.

news