બ્રેકઝિટ ડીલને બ્રિટિશ પાર્લમેન્ટે રિજેકટ કરતાં સોનામાં વધુ ઉછાળો

14 March, 2019 09:02 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

બ્રેકઝિટ ડીલને બ્રિટિશ પાર્લમેન્ટે રિજેકટ કરતાં સોનામાં વધુ ઉછાળો

ગોલ્ડ

બ્રેકઝિટ ડીલ મુદ્દે બ્રિટિશ પાર્લમેન્ટે બીજી વખત ડાઇવૉર્સ ડીલને રિજેક્ટ કરતાં ફરી અનિશ્ચિતતા છવાઈ હતી. બ્રેકઝિટની ૩૧મી માર્ચની ડેડલાઇન હવે નજીક હોવા છતાં હજુ સુધી ડાઇવૉર્સ ડીલ પર સહમતી સધાઈ ન હોવાથી બ્રિટનમાં પૉલિટિકલ ક્રાઇસિસ વધી રહી છે અને બ્રેકઝિટ પ્રોસેસ નો ડીલ વગર સંપન્ન થવાના ચાન્સીસ વધ્યા હોવાથી થેરેસા મેની ગવર્નમેન્ટ પર જોખમ વધી રહ્યું છે, જેને કારણે એશિયન સ્ટૉક માર્કેટ ગગડતાં સોનામાં આકર્ષણ વધ્યું હતું અને ભાવ ઊછળીને બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા.

ઇકોનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનું કન્ઝ્યુમર્સ ઇન્ફલેશન ફેબ્રુઆરીમાં ૧.૫ ટકા રહ્યું હતું જે જાન્યુઆરીમાં ૧.૬ ટકા રહ્યું હતું અને માર્કેટની ધારણા ૧.૬ ટકાની હતી, મન્થલી બેઝ પર કન્ઝ્યુમર્સ ઇન્ફલેશન ૦.૧ ટકા વધ્યું હતું. ભારતનું ઇન્ફલેશન ફેબ્રુઆરીમાં ચાર મહિનાની ઊંચાઈએ ૨.૫૭ ટકા રહ્યું હતું. ભારતનો ઇન્ડસ્ટિÿયલ ગ્રોથ જાન્યુઆરીમાં ૧.૭ ટકા વધ્યો હતો, જે અગાઉના મહિને ૨.૬ ટકા વધ્યો હતો. યુરો ઝોન ઇન્ડસ્ટિÿયલ આઉટપુટ જાન્યુઆરીમાં ૧.૧ ટકા ઘટ્યું હતું, જે અગાઉના મહિને ૪.૨ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૨.૧ ટકા ઘટાડાની હતી. જપાનના મશીનરી ઑર્ડરમાં જાન્યુઆરીમાં ૫.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે અગાઉના મહિને ૦.૩ ટકાનો ઘટાડો થયો હતો અને માર્કેટની ધારણા ૧.૭ ટકાના ઘટાડાની હતી. જપાનમાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ ફેબ્રુઆરીમાં ૦.૮ ટકા વધ્યા હતા, જે અગાઉના મહિને ૦.૬ ટકા વધ્યા હતા અને માર્કેટની ધારણા ૦.૭ ટકા વધારાની હતી. અમેરિકાના ઇન્ફલેશન ડેટા નબળા આવતાં ડૉલર ૦.૩ ટકા ઘટ્યો હતો અને સોનું બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

બ્રિટિશ પાર્લમેન્ટે સતત બીજી વખત થેરેસા મેના બ્રેકઝિટ ડાઇવૉર્સ ડીલને નામંજૂર કર્યું હતું, બ્રેકઝિટ પ્રોસેસની ડેડલાઇન ૩૧મી માર્ચ હોવાથી હવે નો ડીલ વગર બ્રેકઝિટ પ્રોસેસ સંપન્ન થવાની શક્યતા વધી હતી, જેને કારણે બ્રિટનમાં પૉલિટિકલ ક્રાઇસિસ ફરી વધી શકે છે. મંગળવારે બ્રેકઝિટ ડીલને યુરોપિયન યુનિયને મંજૂરી આપતાં આ મુદ્દે પૉઝિટિવ અંતની આશા જન્મી હતી, પણ બ્રિટિશ પાર્લમેન્ટના આક્રમક રવૈયાને કારણે ફરી બ્રેકઝિટ પ્રfને અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાવા લાગ્યાં હતાં, જેને કારણે ચીન સહિત એશિયન સ્ટૉક માર્કેટમાં બુધવારે ઘટાડો જોવા મYયો હતો. જોકે બ્રિટિશ પાઉન્ડ મજબૂત બનતાં ડૉલર પર દબાણ વધ્યું હતું અને સોનું વર્લ્ડ માર્કેટમાં ૧૩૦૦ ડૉલરની સપાટી પાર કરીને બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું. ટ્રેડવૉર અંગે આવતા સપ્તાહે અમેરિકા અને ચીન વચ્ચે નવેસરથી મંત્રણા શરૂ થવાની જાહેરાત થઈ હતી, પણ ટ્રેડવૉર ખતમ થવા અંગે હજુ અનિશ્ચિતતા છવાયેલી હોવાથી સોનાની તેજીને સર્પોટ મળતો રહેવાની ધારણા છે.

આ પણ વાંચો : GSTની 224 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ: આઠ કંપની સમૂહોએ કરી દગાબાજી

સોનું-ચાંદીમાં લોકલ જ્વેલરી ડિમાન્ડ વધતાં ભાવમાં તેજી

વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદીના ભાવ ઊછળતાં એની અસરે લોકલ માર્કેટમાં જ્વેલરી ડિમાન્ડ નીકળતાં બુધવારે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. સોનાનો ભાવ મુંબઈમાં ૧૯૫ રૂપિયા વધીને પ્રતિ ૧૦ ગ્રામના ૩૨,૩૭૫ રૂપિયા અને દિલ્હીમાં ૨૩૫ વધીને ૩૩,૩૮૫ રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ મુંબઈમાં ૧૪૫ રૂપિયા વધીને પ્રતિ કિલોના ૩૮,૫૪૫ રૂપિયા અને દિલ્હીમાં ૧૩૦ રૂપિયા વધીને ૩૯,૭૧૦ રૂપિયા રહ્યો હતો.