Budget 2020 Preview: નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે પોતાનું બીજું બજેટ

01 February, 2020 08:41 AM IST  |  Mumbai Desk

Budget 2020 Preview: નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે પોતાનું બીજું બજેટ

નાણાં મત્રી નિર્મલા સીતારમણ શનિવારે 11 વાગ્યે પોતાનું બીજું બજેટ ભાષણ વાચશે. Modi Government 2.0ના આ બીજા બજેટ પર દેશ અને દુનિયાની નજરો લાગેલી છે, કારણકે ચાલું નાણાંકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિની ઝડપ એક દાયકાના ન્યૂનતમ સ્તર પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. બીજી તરફ ટેક્સ કલેક્શનમાં પણ ઉલ્લેખનીય ઘટાડો થયો છે અને રાજકોષીય ઘટાડાને કારણે પણ સરકારના બજેટના લક્ષ્યથી વધારે રહેવાનું અનુમાન છે. સીતારમણ સામે આ બજેટમાં સંતુલન જાળવી રાખવું એ સૌથી મોટો પડકાર છે. સપ્ટેમ્બર, 2019માં કૉર્પોરેટ ટેક્સમાં ભારે ઘટાડા બાદ દેશનું મિડલ ક્લાસ ઇનકમ ટેક્સના મોરચે રિલીફની આશા છે. આવો જાણીએ સીતારમણના બજેટમાં ક્યાં શું ખાસ રહેવાની આશા છે:

1. Income Tax Slab અને રેટમાં ફેરફાર: કંપનીઓને ટેક્સના મોરચે રિલીફ મળ્યા બાદ દેશના નોકરીયાત લોકો આ વાતની આશા કરી રહ્યા છે કે નાણાં મંત્રીના બજેટના પિટારામાંથી આ વખતે તેમની માટે પણ રાહતનું એલાન થઈ શકે છે. ટેક્સ તેમજ નિવેશ મામલાના વિશેષજ્ઞ બલવંત જૈન પ્રમાણે, આ સમય ડિમાંડને બૂસ્ટ કરવાની સૌથી વધારે જરૂર છે. આ માટે જરૂરી છે કે દેશના મિડલ ક્લાસના હાથમાં પૈસા હોય. વિશેષજ્ઞોની રાયમાં નાણાંકીય વર્ષ 2020-21ના બજેટમાં પાંચ લાખ રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધીની આય ધરાવનારા લોકો માટે કરમાં કાપની સૌથી વધારે જરૂરિયાત છે, કારણકે તે 20 ટકાના દરે ટેક્સ પે કરી રહ્યા છે.

2. Standard Deductionમાં વધારો: ICAIના પૂર્વ અધ્યક્ષ અમરજીત ચોપડા પ્રમાણે, સીતારમણ આ વખતના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનને વધારી શકે છે. આને કારણે પણ લોકોને ટેક્સના મોરચે રાહત મળવાની આશા છે. વર્તમાનમાં ટેક્સપેયર્સને 50,000 રૂપિયા સુધીનું Standard Deduction મળે છે.

3. ટેક્સ એક્ઝેમ્પ્શન તેમજ 80 (C)ની સીમામાં વધારો: કેટલાય ટેક્સ વિશ્લેષકોનું માનવું છે કે રાજકોષીય નુકસાન તેમજ ટેક્સ કલેક્શનમાં ઘટાડાને કારણે સરકારના હાથ બંધાયેલા છે અને આયકરના દરમાં પણ ઘટાડાની વધારે શક્યતા નથી રહેતી. જોકે, તેમનું માનવું છે કે સરકાર 80 (C) તેમજ ટે્સ એક્ઝેમ્પ્શનની સીમાને વધારીને સામાન્ય લોકોને રાહત આપી શકે છે.

4. હોમ લોન, એજ્યુકેશન લોનમાં રાહત: આર્થિક મામલાના વિશ્લેષકોનું માનવું છે કે લોકોને હોમ લોન તેમજ એજ્યુકેશન લોન પર વિશેષ છૂટ આપવાની અરજી છે. આથી સંકટગ્રસ્ત રિયલ એસ્ટેટ સેક્ટરને પણ ઉભરવામાં મોટી મદદ મળી શકે છે, કારણ કે લોકો ટેક્સ સેવિંગ માટે આ સેક્ટરમાં શક્ય તેટલુંવધારે ઇન્વેસ્ટ કરશે.

5. ખેડૂતોની આય વધારવા પર જોર : વિશ્લેષકોનું માનવું છે કે ગ્રામીણ આબાદીની આય વધાર્યાવગર ઇકોનોમીને પાટાં પર નહીં લાવી શકાય તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર ખેડૂતો માટે કેચલીક મુખ્ય જાહેરાતો કરી શકે છે. આની સાથે જ ખેડૂત સમ્માન નિધિ એવં મનરેગાના મદમાં આવંટન વધારી શકાય છે. 2019ના ઇન્ટરિમ બજેટ રજૂ કરતીવખતે પીયૂષ ગોયેલે આ યોજનાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ખેડૂતોને દરવર્ષે 6,000 રૂપિયાની રકમ સીધા તેમના બેન્ક ખાતાંમાં મોકલવામાં આવે છે.

6. રસ્તા, રેલવે અને ગ્રામીણ વિકાર પર ખર્ચમાં વધારો: સરકાર માર્કેટમાં લિક્વિડિટીની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પોતાના ખર્ચમાં વધારો કરી શકે છે. આ અંતર્ગત સરકાર રોડ, રેલવે અને ગ્રામીણ વિકાસ સાથે જોડાયેલી યોજનાઓ પર પોતાના ખર્ચમાં વધારાની જાહેરાત કરી શકે છે. આથી માર્કેટમાં પૈસા હશે અને જીડીપી ગ્રોથમાં તેજી આવશે. શક્ય છે કે નિર્મલા સીતારમણ પોતાના બજેટ ભાષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં 105 ટ્રિલિયન રૂપિયા ખર્ચ કરવાની યોજના દેશની સામે રાખી શકે છે.

7. રાજકોષીય નુકસાનના લક્ષ્યમાં વધારાની શક્યતા: વર્તમાન પરિસ્થિતિઓને જોતાં આ વાતની શક્યતા છે કે સરકાર રાજકોષીય નુકસાનથી જોડાયેલા લક્ષ્યને કુલ જીડીપી 3.3 ટકાથઈ વધારીને 3.8 કરી શકે છે.

વિશ્વભરમાં સ્લોડાઉન દરમિયાન ઇકોનૉમીને ગતિ આપવામાં પડકાર: સીતારમણ સામે આ વખતે બજેટમાં સંતુલન જાળવવું એ મોટો પડકાર છે, કારણ કે એક તરફ આર્થિક સુસ્તીને કારણે આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો થયો છે. બીજી તરફ ટેક્સ કલેક્શન પણ આશા કરતા વધારે ઓછું રહેવાનું છે. ચાલું નાણાંકીય વર્ષમાં વિનિવેશનું લક્ષ્ય ઘણાં મોટાં અંતરથી ચૂકી જવાની સંભાવના છે, એવામાં આ કોઇપણ રીતે સરકાર માટે રાહતની વાત નથી. બીજી તરફ જો સરકાર કન્ઝ્યૂમર ડિમાન્ડને વધારવા માટે કોઇક બોલ્ડ પગલું લે તો તેને રાજકોષીય નુકસાન વધારે વધી જશે. આ માટે આગામી સમયમાં ટેક્સમાં વધારો કરવો પડશે અને મોંઘવારી વધી જશે. સીતારમણ સામે આ વચ્ચે સંતુલન જાળવી રાખવું એ એક મોટો પડકાર છે.

budget 2020 railway budget business news nirmala sitharaman national news