10 હજાર કરોડના નુકસાનના મામલે ચિદંબરમ સામે 63 મૂન્સ કંપની કરશે કેસ

19 February, 2019 03:37 PM IST  |  દિલ્હી

10 હજાર કરોડના નુકસાનના મામલે ચિદંબરમ સામે 63 મૂન્સ કંપની કરશે કેસ

ચિદંબરમની વધશે મુશ્કેલી!

63 મૂન્સ ટેક્નોલોજિસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમ અને અન્ય બે અધિકારીઓને લીગલ નોટિસ મોકલી છે. કંપનીએ કહ્યું કે તેઓ એનએસઈએલ સ્કેમમાં થયેલા 10 હજાર કરોડના નુકસાનના મામલામાં કોર્ટ જવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે.

63 મૂન્સનું પહેલા નામ ફાઈનાન્સિયલ ટેક્નોલૉજિસ લિમિટેડ હતું. કંપની અને તેમના કેટલાક અધિકારીઓ 5, 600 કરોડ રૂપિયાના પેમેન્ટ સ્કેમમાં તપાસ એજન્સીઓની નજરમાં છે. તેમાં કંપનીના સંસ્થાપક જિજ્ઞેશ શાહ પણ સામેલ છે.

63 મૂન્સના ચેરમેન વેંકટાચારીએ કહ્યું કે પી ચિદંબરમ, નાણા મંત્રાલયના પૂર્વ અતિરિક્ત નાણા સચિવ પી કૃષ્ણન અને વાયદા બજાર આયોગના પૂર્વ ચેરમેન રમેશ અભિષેક પર કથિત રીતે કંપનીના શેરધારકોને નુકસાન પહોંચાડવાના કારણે નોટિસ મોકલવામાં આવી છે.

2013માં જ્યારે નેશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડમાં થયેલો પેમેન્ટ ગોટાળો સામે આવ્યો હતો, ત્યારે ચિદંબરમ નાણા મંત્રી હતા. હવે તો વાયદા બજાર આયોગ સેબી સાથે મળી ચુક્યું છે. અભિષેક હાલ ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડમાં સચિવ છે. જ્યારે કૃષ્ણન સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનિયોરશિપ સચિવ છે.

ચારીએ કહ્યું કે કંપનીએ આ ત્રણેય સામે કથિત રૂપે શક્તિનો દુરૂપયોગ કરીને 63 મૂન્સ સામે અનુચિત કાર્રવાઈ કરવાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ત્રણેયે કથિત રૂપે સંકટને વધારવામાં ભૂમિકા ભજવી અને NSEને ફાયદો પહોંચાડ્યો. જેનાથી 63 મૂન્સના શેરધારકોને નુકસાન થયું.

આ પણ વાંચોઃ સ્ટાર્ટઅપ્સને રાહત, ટેક્સમાં છૂટ માટે સરકારે રોકાણની મર્યાદા કરી 25 કરોડ

તેમણે કહ્યું કે આ જ કારણે કંપનીએ ત્રણેય સામે કેસ દાખલ કરવાનું નક્કી કર્યું છે. જેથી 10, 000 કરોડના નુકસાનની ભરપાઈ થશે શકે. આ કેસ બોમ્બે હાઈકોર્ટમાં ફાઈલ કરવામાં આવશે.

p chidambaram delhi