ચાલુ વર્ષે ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી થશે

04 June, 2019 10:07 AM IST  |  દિલ્હી

ચાલુ વર્ષે ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી થશે

ભારત સરકારે ચાલુ વર્ષે જ અન્ય સ્પેક્ટ્રમની સાથે-સાથે અત્યંત ઝડપી એવા ૫ઞ્ સ્પેક્ટ્રમની પણ હરાજી કરશે એવું ટેલિકૉમ મંત્રાલયમાં પોતાનો હોદ્દો ગ્રહણ કરતાં પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આગામી ૧૦૦ દિવસમાં જ ૫ઞ્ માટેની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે.

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ)એ 5જી સર્વિસ સહિતની ૮૬૪૪ મેગાહટ્ર્‍ઝ ફ્રીક્વન્સીની હરાજી કરવા માટેની દરખાસ્ત આપી છે જેમાં સ્પેક્ટ્રમની ઓછામાં ઓછી કિંમત ૪.૯ લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. નાણાકીય બોજ હેઠળ રહેલી ભારતીય ટેલિકૉમ કંપનીઓએ આ ઊંચા ભાવનો વિરોધ કર્યો છે. દેશની સૌથી મોટી મોબાઇલ કંપની ભારતી ઍરટેલ પર માર્ચ ૨૦૧૯ના અંતે ૧,૦૮,૨૩૪ કરોડ રૂપિયાનું દેવું છે જે ગયા વર્ષ કરતાં ૨૦ ટકા વધારે છે. વોડાફોન-આઇડિયા પર ૧,૦૮,૫૨૨ કરોડ રૂપિયાનું દેવું છે જે ગયા વર્ષ કરતાં ૪૭ ટકા વધારે છે. બન્ને કંપનીઓએ વાર્ષિક ધોરણે જંગી ખોટ નોંધાવી છે. સામે બહુ ઝડપથી ભારતીય મોબાઇલ સર્વિસની બજાર સર કરી રહેલા રિલાયન્સ જીઓ પર પણ ૧,૧૭,૭૩૭ કરોડ રૂપિયાનું દેવું છે.

આ પણ વાંચોઃ બજારની સલામતી માટે દોડ : હાજરમાં સોનું ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

જોકે પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે હરાજી કરતાં પહેલાં ભારત સરકાર અને ટ્રાઇ વિવિધ લોકો અને કંપની સાથે વધારે મસલત હાથ ધરશે અને પછીથી એની રૂપરેખા ઘડી કાઢવામાં આવશે.

 

business news