કેન્દ્ર સરકારે ૫૬ વર્ષ જૂનું શુગર ડેવલપમેન્ટ ર્બોડ વિખેરી નાખ્યું

05 November, 2014 05:19 AM IST  | 

કેન્દ્ર સરકારે ૫૬ વર્ષ જૂનું શુગર ડેવલપમેન્ટ ર્બોડ વિખેરી નાખ્યું


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે આ મહત્વનો નિર્ણય લેતાં જણાવ્યું હતું કે દેશમાં શુગર સેક્ટર માટે લાઇસન્સની પ્રક્રિયા બંધ થતાં અને શુગર સેક્ટર ડીકન્ટ્રોલ થતાં શુગર ર્બોડની જરૂરિયાત ન હોવાથી એને બંધ કરવામાં આવશે. શુગર ડેવલપમેન્ટ ર્બોડ ઉદ્યોગ કાયદા હેઠળ ૧૯૫૪માં રચવામાં આવ્યું હતું. કાઉન્સિલનું મુખ્ય કામ નવી શુગરમિલોને લાઇસન્સ આપવાનું અને સેક્ટરને લગતા અન્ય પ્રશ્નો પર કામ કરવાનું હતું. આ લાઇસન્સ-પ્રથા હવે બંધ થઈ છે. બીજી તરફ સરકારે બે વર્ષ પહેલાં ખાંડઉદ્યોગ પરથી તમામ નિયંત્રણો દૂર કરી નાખ્યાં છે. વળી દેશમાં ગ્ત્લ્ અને ફૂડ ઍન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઑથોરિટી આવતાં ખાંડની ક્વૉલિટીને લગતા ઇશ્યુ આ બે જ સંભાળે છે. પરિણામે આજના દિવસમાં એની કોઈ જરૂર જ રહી નથી. ૨૫ સભ્યોની બનેલી આ કાઉન્સિલને પણ વિખેરી નાખવામાં આવશે. આનું નોટિફિકેશન પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.