ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં ૫.૧૦ ટકાનો ઘટાડો

13 December, 2011 08:47 AM IST  | 

ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં ૫.૧૦ ટકાનો ઘટાડો



ગઈ કાલે સરકારે કરેલી જાહેરાત મુજબ ઑક્ટોબર ૨૦૧૧માં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૫.૧૦ ટકાનો ઘટાડો થયો છે. ઑક્ટોબર ૨૦૧૦માં ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટનો ગ્રોથરેટ ૧૧.૩૦ ટકા રહ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ, માઇનિંગ અને કૅપિટલ ગુડ્સ સેક્ટર્સના ઉત્પાદનમાં ઘટાડો થવાથી ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરના પ્રોડક્શનમાં ઘટાડો જોવા મળ્યો છે.

એપ્રિલ-ઑક્ટોબર ૨૦૧૧ દરમ્યાન ગ્રોથરેટ ઘટીને ૩.૫૦ ટકા થયો છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૮.૭૦ ટકા હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું આઉટપુટ ઑક્ટોબર ૨૦૧૧માં ૬ ટકા ઘટ્યું છે, જે ઑક્ટોબર ૨૦૧૦માં ૧૨.૩૦ ટકા વધ્યું હતું. માઇનિંગ સેક્ટરનું ઉત્પાદન ઑક્ટોબર ૨૦૧૧માં ૭.૨૦ ટકા ઘટ્યું છે, જે ઑક્ટોબર ૨૦૧૦માં ૬.૧૦ ટકા ઘટ્યું હતું. કૅપિટલ ગુડ્સ સેક્ટરનું ઉત્પાદન આ વર્ષે ઑક્ટોબરમાં ૨૫.૫૦ ટકા ઘટ્યું છે, જે ગયા વર્ષે ઑક્ટોબરમાં ૨૧.૧૦ ટકા વધ્યું હતું.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરનું ઉત્પાદન ૯.૩૦ ટકાની વૃદ્ધિ સામે ૦.૮૦ ટકા ઘટ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનું ૧૪.૨૦ ટકાના ગ્રોથ સામે ૦.૩૦ ટકા ઘટ્યું છે અને કન્ઝ્યુમર નૉન ડ્યુરેબલ્સ સેક્ટરનું પાંચ ટકાની વૃદ્ધિ સામે ૧.૩૦ ટકા જેટલું ઘટ્યું છે.