ફેસ્ટિવ સીઝનને કારણે કારના વેચાણમાં ૨૩ ટકાનો મોટો જમ્પ

10 November, 2012 09:07 AM IST  | 

ફેસ્ટિવ સીઝનને કારણે કારના વેચાણમાં ૨૩ ટકાનો મોટો જમ્પ




જે ઑક્ટોબર ૨૦૧૧માં ૧,૪૦,૧૦૫ નંગ થયું હતું. ગ્રોથરેટની દૃષ્ટિએ જોઈએ તો જાન્યુઆરી ૨૦૧૧ બાદ આ સૌથી મોટો ગ્રોથ છે. જાન્યુઆરી ૨૦૧૧માં વેચાણ ૨૫ ટકા વધ્યું હતું. વૉલ્યુમની દૃષ્ટિએ માર્ચ ૨૦૧૨ બાદ આ સૌથી વધુ વેચાણ છે. માર્ચમાં કારનું વેચાણ ૨,૨૯,૮૬૬ નંગ થયું હતું. યુટિલિટી વેહિકલ્સનું સ્થાનિક વેચાણ ૮૮ ટકા વધીને ૫૩,૨૮૫ નંગ થયું છે.

ટૂ-વ્હીલર


ટૂ-વ્હીલરનું વેચાણ ઑક્ટોબર ૨૦૧૨માં ૧૨.૨૬ ટકા વધીને ૧૨,૮૫,૦૧૫ નંગ થયું છે, જે ઑક્ટોબર ૨૦૧૧માં ૧૧,૪૪,૭૧૬ નંગ થયું હતું. બાઇકનું વેચાણ ૮,૭૭,૨૭૦ નંગથી ૬.૭૦ ટકા વધીને ૯,૩૬,૧૨૨ નંગ અને સ્કૂટરનું વેચાણ ૨,૧૧,૦૬૮ નંગથી ૩૨.૪૦ ટકા વધીને ૨,૭૯,૪૨૭ નંગ થયું છે. થ્રી-વ્હીલરનું વેચાણ ૧૨.૬૦ ટકા વધીને ૫૫,૨૪૧ નંગ થયું છે. વાહનોનું કુલ વેચાણ ૧૪,૪૦,૪૦૯ નંગથી ૧૫ ટકા વધીને ૧૬,૫૩,૭૦૩ નંગ થયું છે. કમર્શિયલ વેહિકલ્સનું વેચાણ ૬૨,૦૧૩ નંગથી ૭.૬૦ ટકા વધીને ૬૬,૭૨૨ નંગ થયું છે.