દેશમાંથી કૉટન યાર્નની નિકાસને સતત પાંચમા મહિને ફટકો પડ્યો

11 October, 2014 07:19 AM IST  | 

દેશમાંથી કૉટન યાર્નની નિકાસને સતત પાંચમા મહિને ફટકો પડ્યો


કૉમોડિટી કરન્ટ- મયૂર મહેતા

ખાસ કરીને ચીનની આયાત ઘટવાને કારણે મોટો ફટકો પડ્યો છે.દેશમાં ઑગસ્ટ મહિનામાં કૉટન યાર્નનું નિકાસ માટે રજિસ્ટ્રેશન કુલ ૯૩૫.૪ લાખ કિલોનું થયું છે, જે ગયા વર્ષની તુલનાએ આઠ ટકા ઓછું છે. ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં ૯૮૮.૧ લાખ કિલોની નિકાસ થઈ હતી. ડિરેક્ટર જનરલ ઑફ ફૉરેન ટ્રેડના આંકડાઓ પ્રમાણે ૨૦૧૩-’૧૪માં કૉટન યાર્નની કુલ નિકાસ ૧૪,૧૫૦ લાખ કિલો થઈ હતી, જે ગયા વર્ષે ઘટીને ૧૦,૬૭૦ લાખ કિલો થઈ હતી.