મ્યુચ્યુઅલ ફન્ડની વિવિધ નવી ઑફરો બજારમાં અને કતારમાં

06 October, 2014 04:59 AM IST  | 

મ્યુચ્યુઅલ ફન્ડની વિવિધ નવી ઑફરો બજારમાં અને કતારમાં

મ્યુચ્યુઅલ ફન્ડની ખાસ વાત-જયેશ ચિતલિયા

શૅરબજારની તેજી સાથે શૅરોના ભાવ વધવા લાગે અને એ જોઈ રોકાણકારો બજારમાં સક્રિય થવા લાગે, વળી તેમને જોઈને કંપનીઓ પબ્લિક કે રાઇટ્સ ઇશ્યુ સાથે બજારમાં આવવા લાગે એ સહજ છે. નવા ઇશ્યુઓની બજારમાં અત્યારે કરન્ટ આવી પણ ગયો છે. એમાં બે-ચાર ઇશ્યુને જબ્બર સફળતા પણ મળી છે તેથી હવે વધુ કંપનીઓ પણ ઇશ્યુ લાવશે. આ ઉપરાંત જાહેર સાહસોની ઑફર પણ લાઇનમાં આવવા લાગશે. જો આમ છે તો પછી મ્યુચ્યુઅલ ફન્ડ્સ શા માટે રહી જાય. અત્યારે વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડની ન્યુ ફન્ડ ઑફર શરૂ થઈ ગઈ છે. રોકાણકારો માટે આ ઑફરો ઇક્વિટી શૅરો કરતાં તુલનાત્મક દ્રષ્ટ્રિએ વધુ સલામત અથવા ઓછી જોખમી રોકાણ તક કહી શકાય. આજે આવી રહેલી અને આવી ગયેલી આવી કેટલીક તક પર નજર કરીએ. અત્યારે તો શેરોની તેજીને ધ્યાનમાં રાખીને ઇક્વિટીલક્ષી સ્કીમ્સમાં આકર્ષણ વધી રહ્યું છે.

યાદ રહે કે મ્યુચ્યુઅલ ફન્ડની ન્યુ ફન્ડ ઑફર યુનિટદીઠ ૧૦ રૂપિયાના ભાવે આવે છે, પરંતુ સમય જતાં બજારની વધઘટના આધારે એની નેટ ઍસેટ વૅલ્યુમાં વધઘટ થયા કરે છે. આ ફન્ડ જે સ્કીમ લાવે એમાં એનું રોકાણ ક્યાં અને કેટલું થશે એની પારદર્શકતા હોય છે, જ્યારે એનું મૅનેજમેન્ટ પ્રોફેશનલ ધોરણે થાય છે જેથી શૅરબજારની સૂઝબૂઝ ન ધરાવતા કે શૅરબજારમાં સીધું જોખમ ન લેવા માગતા રોકાણકારો માટે આ સરળ માર્ગ બની રહે છે. આ દરેક સ્કીમની પોતાની વિશેષતા છે. આપણે એની ઝલક જોઈએ. આવી યોજનામાં મિનિમમ બે હજારથી પાંચ હજાર રૂપિયાના રોકાણથી શરૂઆત થઈ શકે છે.

સ્કીમ્સની વરાઇટી-લાક્ષણિકતા સમજો


મોદી સરકાર જે ગતિએ મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રને વેગ આપવા માગે છે અને એ દિશામાં પગલાં લઈ રહી છે એ જોતાં આગામી દિવસોમાં મૅન્યુફૅક્ચરિંગ સેpરમાં તકો વધવાની છે. આ સેpરમાં વિકાસ પણ ઝડપી થશે અને એને પ્રોત્સાહન પણ મળતું રહેશે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફન્ડ મૅન્યુફૅક્ચરિંગ સેpર સ્કીમ લાવવા ધારે છે જે માત્ર મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓની ઇક્વિટી તેમ જ સંબંધિત સાધનોમાં રોકાણ કરશે. જેને આ ક્ષેત્રે વિશ્વાસ હોય તે રોકાણકાર આ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી શકે.

સેન્સેક્સમાં રોકાણ કરવાની તક

જો તમને લાગતું હોય કે સેન્સેક્સ ભવિષ્યમાં વધતો રહેવાનો છે અને અત્યારે ૨૬,૦૦૦ કે ૨૭,૦૦૦ની આસપાસ ફરતો સેન્સેક્સ ૩૦,૦૦૦ થવાની વાતોમાં તમને ભરોસો હોય તો તમને થશે કે ચાલો, સેન્સેક્સમાં જ રોકાણ કરી દઈએ, કારણ કે બજારમાં તેજી ચાલે કે વધે એટલે નૅચરલી સેન્સેક્સ ઉપર જાય. યસ, તો રિલાયન્સ મ્યુચ્યુઅલ ફન્ડ સેન્સેક્સ આધારિત ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) લઈને આવી ગયું છે. આ એક ક્લોઝ એન્ડેડ ફન્ડ છે (ક્લોઝ એન્ડેડ ફન્ડ શું હોય છે એની ચર્ચા આ સ્થાને ગયા સપ્તાહમાં જ થઈ છે). આ સેન્સેક્સ-બેઝ્ડ ચ્વ્જ્નું રોકાણ સેન્સેક્સની ૩૦ સ્ક્રિપ્સમાં થશે, જેનું પ્રમાણ પણ એ મુજબનું જ હશે. આમ રોકાણકાર માત્ર સેન્સેક્સ ચ્વ્જ્માં રોકાણ કરીને ૩૦ સ્ક્રિપ્સનો ડાઇવર્સિફાઇડ ર્પોટફોલિયો ધરાવતો થઈ જશે. આ ફન્ડની ઑફર તો ક્યારની પતી ગઈ છે, પરંતુ રોકાણની તક ખુલ્લી છે. રિલાયન્સ મ્યુચ્યુઅલ ફન્ડની અન્ય ઑફર કૅપિટલ બિલ્ડર ફન્ડ છે જેમાં લૉન્ગ ટર્મ રોકાણની તકની ઑફર છે. અલબત્ત, આનું રોકાણ પણ ઇક્વિટીમાં જ થશે. જ્યાં મૂડીવૃદ્ધિની સંભાવના વધુ હશે એવી ઇક્વિટી પસંદ કરવામાં આવશે.

ઇક્વિટી ઉપરાંત ડેટ ફન્ડ ઑફર્સ

મ્યુચ્યુઅલ ફન્ડ એટલે માત્ર ઇક્વિટી જ નહીં બલ્કે ડેટ ફન્ડ પણ હોય છે. અર્થાત્ જેમને ઇક્વિટીનું જોખમ જોઈતું જ નથી તેમના માટે ડેટ સાધનોમાં રોકાણની તક પણ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઑફર કરતાં હોય છે. આવી ઑફર સાથે IDFC મ્યુચ્યુઅલ ફન્ડ ઇન્ટરવલ ફન્ડ લાવશે જેનું રોકાણ ડેટ તથા મની માર્કેટ સાધનો (જે ઇક્વિટી કરતાં ઓછાં જોખમી હોય છે અથવા ઉચ્ચ સલામતી ધરાવતાં હોય છે. જેમ કે હાઈરેટેડ બૉન્ડ્સ, ડિબેન્ચર્સ, સરકારી સિક્યૉરિટીઝ વગેરે)માં થશે. ફન્ડ આવાં સાધનોની ઑફર ખૂલે અને એની મૅચ્યૉરિટી આવે એની વચ્ચેના સમયગાળામાં એટલે કે ઇન્ટરવલમાં રોકાણ કરશે. આ જ ફન્ડ એક એવી પણ અજોડ સ્કીમ (ઍસેટ અલોકેશન ફન્ડ) લાવ્યું છે જે ફન્ડામેન્ટલ્સ તેમ જ ટેãક્નકલ આધારિત રોકાણ કરશે. એમાં ઇક્વિટીમાં ચોક્કસ તબક્કે ફન્ડ નફો બુક કરી એને ડેટમાં શિફ્ટ કરશે. એ જ રીતે ડેટમાં નફો બુક કરી ઇક્વિટીમાં શિફ્ટ કરશે.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફન્ડ પણ ઇક્વિટી ઑપચ્યુર્‍નિટી ફન્ડ લાવ્યું છે જે શૅરોની તેજીનો લાભ લેશે. આ ફન્ડ ડેટ સ્કીમ પણ લાવ્યું છે જેની નવી ઑફર ખૂલીને બંધ પણ થઈ ગઈ છે, પરંતુ રોકાણની તક ખુલ્લી છે. આ ફન્ડ જાહેર સાહસોનાં તેમ જ કૉર્પોરેટ બૉન્ડ્સમાં તથા મની માર્કેટ સાધનો કે સરકારી સિક્યૉરિટીઝમાં રોકાણ કરીને મૂડીવૃદ્ધિ તેમ જ વ્યાજ-વળતર આપવાનું લક્ષ્ય ધરાવે છે.

ઍક્સિસ મ્યુચ્યુઅલ ફન્ડ હાઇબ્રિડ ફન્ડની ઑફર લાવવા માગે છે જે ફિક્સ્ડ ઇન્કમ સિક્યૉરિટીઝમાં તેમ જ ઇક્વિટીમાં પણ રોકાણ કરશે; જ્યારે ત્ઘ્ત્ઘ્ત્ પ્રુડેન્શિયલ ફન્ડ પણ હાઇબ્રિડ સેવિંગ ફન્ડ લાવી રહ્યું છે જે નિફ્ટી ઇન્ડેક્સના પચાસ શૅરોમાં, ક્રિસિલના લિક્વિડ ફન્ડ ઇન્ડેક્સમાં અને ક્રિસિલના શૉર્ટ ટર્મ બૉન્ડ ફન્ડમાં રોકાણને વહેંચી દેશે. એમાં રોકાણકારોને ગ્રોથ અને ડિવિડન્ડ બન્ને તક ઑફર કરવામાં આવશે. રેલિગેર ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફન્ડ ફિક્સ્ડ મૅચ્યૉરિટી પ્લાન લાવ્યું છે જે ડેટ સાધનો અને મની માર્કેટ સાધનોમાં રોકાણ કરશે.

સ્કીમની નહીં, તમારી જરૂરિયાત મુજબ રોકાણ પ્લાન કરો

આમ વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડ અત્યારે રોકાણકારોને એકસાથે વિભિન્ન તક ઑફર કરવામાં સક્રિય થઈ ગયાં છે, કારણ કે રોકાણકારોમાં નવેસરથી વિશ્વાસ જન્મ્યો છે. તેજીને જોઈને નવો વર્ગ પણ બજારમાં આવતો જાય છે. આ દરેક ફન્ડ કમસે કમ બૅન્કોના સેવિંગ અકાઉન્ટ કરતાં બહેતર વળતર આપશે એવી અપેક્ષા સહજ રાખી શકાય છે. જોકે ન્યુ ફન્ડ ઑફર એટલે આંખ બંધ કરીને રોકાણ કરાય એવું ન હોય. રોકાણકારે પોતાની જરૂરિયાત, જોખમ લેવાની ક્ષમતા, રોકાણ કરવાનો સમયગાળો, વૃદ્ધિની અપેક્ષા વગેરેને આધારે રોકાણ પ્લાન કરવું જોઈએ. આમાં શૉર્ટ ટર્મ, મિડિયમ ટર્મ અને લૉન્ગ ટર્મ તકો પણ મળે છે. નવી ઑફર ચૂકી જવાય તો વચ્ચેથી પણ એમાં પ્રવેશી શકાય છે. આ ફન્ડ્સની સ્કીમ્સમાં હવે શૅરબજારના માધ્યમથી પણ રોકાણ થાય છે. આ વિશેની ચર્ચા ફરી ક્યારેક કરીશું ત્યારે એના પ્લસ-માઇનસ જોઈશું.