બજાર અગાઉથી જ એકદમ વધી ગયેલું એટલે કરેક્શન અપેક્ષિત હતું

06 October, 2014 04:58 AM IST  | 

બજાર અગાઉથી જ એકદમ વધી ગયેલું એટલે કરેક્શન અપેક્ષિત હતું


બ્રોકર-કૉર્નર-દેવેન ચોકસી

બજાર અગાઉથી જ એકદમ વધી ગયું હતું એથી કરેક્શન અપેક્ષિત હતું. ત્વ્, ફાર્મા, જ્પ્ઘ્ઞ્ જેવા હેવીવેઇટ્સ સ્ટૉક્સ જાળવીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઑટો વગેરે જેવા સ્ટૉક્સમાં ઊંચા મથાળે વેચી ઘટાડે ફરી ભેગા કરવાની ગણતરી ખરી ઠરી શકશે. આ જ વ્યૂહ હાલમાં યોગ્ય જણાઈ રહ્યો છે. ફ્રન્ટલાઇન સ્ટૉક્સ હોય કે મિડકૅપ, મજબૂતીકરણની આ રૅલી દરમ્યાન આ શૅરોમાં કેટલાક મોટા વેપાર જોવા મળ્યા છે. કેટલાક લાંબા ગાળાના રોકાણકારો હાલના વાતાવરણમાં શૅરહોલ્ડરો પાસેથી સીધો માલ ઉપાડી રહ્યાનું જોવા મળે છે. લાંબા ગાળા માટે જે રોકાણકારો ર્પોટફોલિયો ઊભો કરે છે તેમને કેટલાક સ્ટૉક્સ હાલના ઘટાડે તક પૂરી પાડી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ બરાક ઓબામા વચ્ચે ભારતમાં વેપાર પ્રોજેક્ટ્સ ઊભા કરવા માટે થયેલી વાટાઘાટોની ફળશ્રુતિ પર બજારની નજર રહેલી છે. મેક્રો ફ્રન્ટ પર જોવા જઈએ તો ગયા સપ્તાહમાં જાહેર થયેલા ઉત્પાદન આંકમાં આઠ મુખ્ય ઉદ્યોગોનું ઉત્પાદન ઑગસ્ટમાં વધીને ૫.૮૦ ટકા રહ્યું છે.

વર્તમાન નાણાકીય વર્ષના બાકીના છ મહિનામાં આકર્ષણ જોવા મળશે એવું હું માની રહ્યો છું. આ ગાળામાં અર્થતંત્રમાં મોટી સંખ્યાના સુધારા કાર્યક્રમ આગળ ધપતા જોવા મળશે અને આ સ્થિતિમાં આમાંની કેટલીક કંપનીઓ આવનારા દિવસોમાં પોતાની સારી કામગીરી બતાવવાનું શરૂ કરશે.ફેરસ તથા નૉન-ફેરસ મેટલ ક્ષેત્રને લઈને અમે તેજીનો વ્યૂહ ધરાવીએ છીએ. તાતા સ્ટીલ ર્પોટફોલિયોમાં આવરી લેવા માટેનો ઉમેદવાર છે, કારણ કે ક્રૂડના ભાવમાં ઘટાડાને પરિણામે ઊર્જા‍ખર્ચ નીચે આવી રહ્યા છે. ઑઇલ ક્ષેત્રમાં ત્બ્ઘ્ પસંદ કરાય.

વૅલ્યુ પિક : લુપિન


ઘરઆંગણે તથા અમેરિકામાં મજબૂત વેપાર સાથે લુપિન અર્નિંગ્સ મોરચે સતત સારી કામગીરી દર્શાવી રહી છે. ઝીમેક્સિડ, ટ્રિઝિવિર, ટ્રિલિપિક્સ, નિઆસ્પાન જેવી નવી પ્રોડક્ટ્સ બજારમાં મુકાવા સાથે કંપનીના અમેરિકન ફૉમ્યુર્‍લેશન વેપાર સતત સારી કામગીરી બજાવી રહ્યાં છે. કૉમ્પ્લેક્સ જેનેરિક્સ, ઑફ્થૅલ્મિક્સ અને ડર્મેટોલૉજીની મજબૂત પાઇપલાઇનને જોતાં લુપિન પર અમે પૉઝિટિવ છીએ. ૧૩૮૨ રૂપિયાના વર્તમાન ભાવે આ સ્ટૉક એની નાણાકીય વર્ષ ૨૦૧૫ની અપેક્ષિત આવકના ૨૫.૯૦ ગણો તથા નાણાકીય વર્ષ ૨૦૧૬ની અપેક્ષિત આવકના ૨૧.૯૦ ગણો બોલાઈ રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૬માં શૅરદીઠ ૨૪ રૂપિયાની અપેક્ષિત આવક સાથે અમે ૧૫૧૫ રૂપિયાનો ટાર્ગેટભાવ મૂકી એ એકત્રિત કરવા ભલામણ કરીએ છીએ.

લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે