બૅન્કિંગ અમેન્ડમેન્ટ બિલ પસાર થવાને કારણે સુધારો આગળ વધ્યો

20 December, 2012 04:58 AM IST  | 

બૅન્કિંગ અમેન્ડમેન્ટ બિલ પસાર થવાને કારણે સુધારો આગળ વધ્યો



શૅરબજારનું ચલકચલાણું

મંગળવારથી જ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો એ બૅન્કિંગ અમેન્ડમેન્ટ બિલ પસાર થવાથી ગઈ કાલે આગળ વધ્યો હતો. આર્થિક સુધારાની પ્રક્રિયામાં આ બિલ મહત્વનું હતું. ગઈ કાલે બજારમાં પ્રારંભથી જ વિવિધ ફન્ડ્સ અને રીટેલ ઇન્વેસ્ટરોની ખરીદીને પગલે વૃદ્ધિ જોવા મળી હતી. ઑટો, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તેમ જ ઑઇલ ઍન્ડ ગૅસ સેક્ટરમાં નોંધપાત્ર લેવાલી રહી હતી.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ મંગળવારના ૧૯,૩૬૪.૭૫ના બંધ સામે ગઈ કાલે ૧૯,૪૨૯.૯૧ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન એ વધીને ઊંચામાં ૧૯,૫૧૬.૦૨ અને ઘટીને નીચામાં ૧૯,૪૧૯.૭૬ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૧૧૧.૨૫ વધીને ૧૯,૪૭૬ પૉઇન્ટ્સના લેવલે બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૩૯.૧૯ વધીને ૭૧૧૬.૫૬ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩૨.૩૪ વધીને ૭૪૬૩.૫૧ બંધ રહ્યો હતો. નિફ્ટી ૩૨.૮૦ વધીને ૫૯૨૯.૬૦ બંધ રહ્યો હતો. નિફ્ટી પ્રારંભમાં ૫૯૧૭.૩૦ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૫૯૩૯.૪૦ અને ઘટીને નીચામાં ૫૯૧૦.૮૦ના સ્તરે પહોંચ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૧૦ વધ્યા હતા. ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ ૨૦૮.૧૮ વધીને ૧૧,૪૯૪.૮૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ ૧૦માંથી ૮ કંપનીઓના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. તાતા મોટર્સનો ભાવ સૌથી વધુ ૩.૨૯ ટકા વધીને ૩૦૭.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. મારુતિ સુઝુકી ઇન્ડિયાનો ભાવ ૨.૩૬ ટકા, બજાજ ઑટોનો ૨.૨૪ ટકા અને હીરો મોટોકૉર્પનો ભાવ ૧.૯૭ ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૧૬૨.૬૫ વધીને ૧૧,૧૦૯.૩૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ ૧૧ કંપનીમાંથી ૯ના ભાવ વધ્યા હતા. સેઇલનો ભાવ સૌથી વધુ ૨.૭૨ ટકા વધીને ૯૦.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ૨.૩૬ ટકા, તાતા સ્ટીલનો ૨.૨૭ ટકા અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૧.૪૯ ટકા વધ્યો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૨૭.૪૩ વધીને ૮૧૯૮.૬૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭માંથી ૧૧ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. સ્ટ્રાઇડ્સ આર્કોલૅબ્સનો ભાવ સૌથી વધુ ૫.૫૬ ટકા વધીને ૧૧૩૫.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. પિરામલ એન્ટરપ્રાઇસિસનો ભાવ ૫.૩૦ ટકા અને સનફાર્માનો ૩.૪૪ ટકા વધ્યો હતો.

ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૧૦૯.૨૮ વધીને ૮૪૯૨.૮૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૮ કંપનીના ભાવ વધ્યા હતા. ઓએનજીસીનો ભાવ સૌથી વધુ ૩.૧૬ ટકા વધીને ૨૬૪.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનનો ભાવ ૨.૩૬ ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશનનો ૧.૬૬ ટકા અને ઑઇલ ઇન્ડિયાનો ૧.૩૩ ટકા વધ્યો હતો.

કેપિટલ ગુડ્ઝ શૅરો

કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ સૌથી વધુ ૬૯.૦૯ ટકા ઘટીને ૧૦,૯૯૬.૦૬ બંધ રહ્યો હતો. ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝનો ભાવ સૌથી વધુ ૧.૮૨ ટકા ઘટીને ૧૧૬.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. થર્મેક્સનો ભાવ સૌથી વધુ ૧.૭૦ ટકા વધીને ૬૧૩.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો


સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ગઈ કાલે ૨૩ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. સનફાર્માનો ભાવ સૌથી વધુ ૩૪૪ ટકા વધ્યો હતો. ઓએનજીસીનો ભાવ ૩.૧૬ ટકા, જિન્દાલ સ્ટીલનો ૨.૩૬ ટકા અને બજાજ ઑટોનો ૨.૨૪ ટકા વધ્યો હતો. મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૬૫૧ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૩૧૦ના ઘટ્યાં હતા. માર્કેટબ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

ઓએનજીસી

ઓએનજીસીનો ભાવ ૩.૧૬ ટકા વધીને ૨૬૪.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૬૫.૨૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૫૮.૦૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૭.૪૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧.૮૪ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૨.૮૩ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. અમેરિકાની  કંપની કોનોકો ફિલિપ્સ કંપનીના અલ્ટ્રા-ડિપ વૉટર બ્લૉક્સમાં સ્ટેક લેવાનો પ્લાન ધરાવે છે એવા સમાચારને પગલે શૅરનો ભાવ વધ્યો હતો.

આરસીએફ

આરસીએફનો ભાવ ૩.૩૫ ટકા વધીને ૫૭.૦૪ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૭.૬૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૫.૮૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૨.૮૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું.

બૅન્કશૅરો

બૅન્કિંગ રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ મંગળવારે સંસદમાં પસાર થયું એને પગલે ગઈ કાલે બૅન્કશૅરના ભાવ વધ્યા હતા. ફેડરલ બૅન્કનો ભાવ ૫.૯૪ ટકા વધીને ૫૨૬.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૨૯.૨૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૦૧.૮૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કર્ણાટક બૅન્કનો ભાવ ૫.૨૮ ટકા વધીને ૧૭૪.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૭૭.૨૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૬૬.૬૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ધનલક્ષ્મી બૅન્કનો ભાવ ૩.૪૯ ટકા વધીને ૬૯.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૭૦.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૮.૭૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો.

તાતા મોટર્સ


તાતા મોટર્સનો ભાવ ૩.૨૯ ટકા વધીને ૩૦૭.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૦૮.૬૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૯૯ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૪૭.૨૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૬.૮૪ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧૫.૪૫ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. નવેમ્બરમાં કંપનીની સબસિડિયરી જૅગ્વાર લૅન્ડરોવરનું વેચાણ અપેક્ષા કરતાં વધારે રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં શૅરનો ભાવ ૧૦ ટકા વધ્યો છે.

જીટીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

જીટીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાવ ૯.૯૩ ટકા ઘટીને ૪.૦૮ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન શૅરનો ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યો હતો. ૭૮.૭૪ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૪.૭૪ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૧૯.૩૦ લાખ શૅરનું કામકાજ થયું હતું. ફૉરેન કરન્સી કન્વર્ટિબલ બૉન્ડના કન્વર્ઝનને પગલે કંપનીએ ૩૦૭૮.૭૦ લાખ નવા શૅર અલૉટ કર્યા છે એનું બજારમાં લિસ્ટિંગ થયું છે. છેલ્લા એક સપ્તાહમાં શૅરનો ભાવ ૫૩ ટકા જેટલો ઘટuો છે.

એફઆઇઆઇની લેવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૪૪૮૩.૨૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૩૨૩૮.૨૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૧૨૪૪.૯૬ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૦૧૬.૩૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૩૮૫.૩૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૩૬૯.૦૯ કરોડ રૂપિયા રહી હતી.