વિદેશી રોકાણકારોનું ઇક્વિટી માર્કેટમાં ૧૧૪૨ અબજ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ

12 December, 2012 06:37 AM IST  | 

વિદેશી રોકાણકારોનું ઇક્વિટી માર્કેટમાં ૧૧૪૨ અબજ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ



સરકારે આર્થિક સુધારાની જાહેરાત કરી હોવાને કારણે છેલ્લા કેટલાક મહિનામાં એફઆઇઆઇનું રોકાણ વધ્યું છે. વિદેશી રોકાણમાં વધારો થવાથી ચાલુ કૅલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં સેન્સેક્સમાં ૨૫ ટકાની વૃદ્ધિ થઈ છે. ફૉરેન ઇન્વેસ્ટર્સને અન્ય બજારો કરતાં ભારતની બજાર આકર્ષક જણાય છે. આ ઉપરાંત યુરોપ અને અમેરિકામાં સ્લોડાઉનની સ્થિતિ છે. અન્ય એશિયન માર્કેટ્સમાં રોકાણ કરવાનું આકર્ષક નથી એટલે એમની પાસે રોકાણ માટે ભારત સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહમાં એફઆઇઆઇનું ઇક્વિટી માર્કેટમાં ચોખ્ખું રોકાણ ૬૧૪૭ કરોડ રૂપિયા જેટલું રહ્યું છે. કુલ ખરીદી ૨૦,૨૧૪ કરોડ રૂપિયા અને કુલ વેચવાલી ૧૪,૧૬૭ કરોડ રૂપિયા જેટલી રહી હતી. ૨૦૧૧માં વિદેશી રોકાણકારોએ ઇક્વિટી માર્કેટમાંથી ૨૭૧૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.

ડેટ માર્કેટમાં ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં એફઆઇઆઇનું ઇન્વેસ્ટમેન્ટ ૨૧૨૯ કરોડ રૂપિયા રહ્યું છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં રોકાણ ૩૧,૧૫૫ કરોડ રૂપિયા જેટલું જોવા મળ્યું છે.

એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર