એનએમડીસીના શૅર્સનું વેચાણ સરકાર આવતી કાલે શરૂ કરશે

11 December, 2012 07:38 AM IST  | 

એનએમડીસીના શૅર્સનું વેચાણ સરકાર આવતી કાલે શરૂ કરશે


સરકાર ઑફર ફૉર સેલ દ્વારા વેચાણ કરશે એટલે રીટેલ રોકાણકારો રોકાણ નહીં કરી શકે. માત્ર સંસ્થાકીય રોકાણકારો જ કંપનીના શૅર્સની ખરીદી કરી શકશે. કંપનીની ઇક્વિટીમાં અત્યારે સરકારનો હિસ્સો ૯૦ ટકા જેટલો છે. વધુ ૧૦ ટકા ઇક્વિટીના વેચાણ માટે કૅબિનેટ કમિટીની મંજૂરી ૨૫ ઑક્ટોબરે મળી હતી.