સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સનું કલેક્શન ૧૩ ટકા ઘટ્યું

10 December, 2012 07:51 AM IST  | 

સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સનું કલેક્શન ૧૩ ટકા ઘટ્યું


શૅરબજારની અચોક્કસતા તેમ જ ઇક્વિટી માર્કેટમાં જોખમ વધી રહ્યું છે અને વળતર ઓછું રહ્યું હોવાથી રોકાણકારો શૅરબજારમાં રોકાણ કરવાથી દૂર થઈ રહ્યા છે અને નવા ઇન્વેસ્ટમેન્ટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે એને કારણે એસટીટીના કલેક્શનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

એપ્રિલ-નવેમ્બર ૨૦૧૨ દરમ્યાન એસટીટીનું કલેક્શન ૧૩ ટકા ઘટીને ૨૯૦૫ કરોડ રૂપિયા થયું છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૩૩૩૫ કરોડ રૂપિયા થયું હતું. સતત બીજા વર્ષે એસટીટીના કલેક્શનનો લક્ષ્યાંક હાંસલ નહીં થઈ શકે. ૨૦૧૧-’૧૨માં એસટીટી દ્વારા ૭૫૦૦ કરોડ રૂપિયાના કલેક્શનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ ૧૫૦૦ કરોડ રૂપિયા જેટલું કલેક્શન ઓછું થયું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં ૫૯૨૦ કરોડ રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે એની સામે નવેમ્બર સુધીમાં ૨૯૦૫ કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે એ ધ્યાનમાં લેતાં આ વર્ષે પણ એસટીટીનું કલેક્શન લક્ષ્યાંક કરતાં ઓછું થવાની અપેક્ષા છે.