ફેસ્ટિવ સીઝનમાં ટૂ વ્હીલરના સેલમાં વધારાને બદલે ઘટાડો

08 December, 2012 09:18 AM IST  | 

ફેસ્ટિવ સીઝનમાં ટૂ વ્હીલરના સેલમાં વધારાને બદલે ઘટાડો



સામાન્ય રીતે તહેવારોની સીઝનમાં ટૂ વ્હીલરના વેચાણમાં વધારો થતો હોય છે, પરંતુ આ વર્ષો એમાં ઘટાડો થયો છે. સપ્ટેમ્બરથી નવેમ્બર ૨૦૧૨ દરમ્યાન ટૂ વ્હીલરનું વેચાણ ૨.૪૦ ટકા ઘટીને ૩૫,૯૭,૦૨૨ નંગ થયું છે, જે આગલા વષ્ોર્ આ સમયગાળામાં ૩૫,૦૯,૫૪૧ નંગ થયું હતું.

ટૂ વ્હીલરનું ઉત્પાદન કરતી ચાર કંપનીઓમાંથી માત્ર એકના વેચાણમાં વૃદ્ધિ થઈ છે. બાકીની ત્રણ કંપનીઓનું વેચાણ ઘટ્યું છે.

હૉન્ડા મોટરસાઇકલ ઍન્ડ સ્કૂટર ઇન્ડિયાનું વેચાણ ૫,૫૫,૬૧૦ નંગથી ૨૯ ટકા વધીને ૭,૧૬,૮૪૮ નંગ થયું છે. જે ત્રણ કંપનીના વેચાણમાં ઘટાડો થયો છે એની વિગત જોઈએ. હીરો મોટોકૉર્પનું વેચાણ ૧૫,૯૮,૬૩૫ નંગથી ૧૦.૨૦ ટકા ઘટીને ૧૪,૩૬,૩૦૭ નંગ, ટીવીએસ મોટર કંપનીનું ૩,૮૮,૫૧૯ નંગથી ૯.૧૦ ટકા ઘટીને ૩,૫૩,૧૫૯ નંગ અને બજાજ ઑટોનું ૧૦,૫૪,૨૫૮ નંગથી ૪.૮૦ ટકા ઘટીને ૧૦,૦૩,૨૨૭ નંગ  થયું છે.

ટીવીએસ = ત્રિચુર વેન્ગરમ સુંદરમ ઐયંગર