લક્ઝરી કાર પર ૧૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપતી કંપનીઓ

04 December, 2012 06:08 AM IST  | 

લક્ઝરી કાર પર ૧૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપતી કંપનીઓ



કેટલીક લક્ઝરી કારમાં પાંચથી દસ ટકા અથવા પાંચ લાખ રૂપિયાથી ૧૦ લાખ રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ ઑફર થઈ રહ્યું છે.

એક અભ્યાસ પ્રમાણે બીએમડબ્લ્યુ, આઉડી, મર્સિડીઝ બેન્ઝ એનાં કેટલાંક મૉડલ પર પાંચથી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપે છે. એક્સ-૧ જેવાં જૂનાં મૉડલ અથવા પેટ્રોલથી સંચાલિત મર્સિડીઝ બેન્ઝ કાર પર ડિસ્કાઉન્ટ ૧૦થી ૧૫ ટકા સુધી પહોંચી જાય છે.

આ ડિસ્કાઉન્ટ ઉત્પાદકો અને ડીલર્સ સંયુક્ત રીતે આપે છે, જેમને પ્રીમિયમ કારના વેચાણ પર આઠ-નવ ટકા જેટલું તગડું માર્જિન મળે છે, જ્યારે સ્મૉલ કારના ડીલર્સને બે-ત્રણ ટકા માર્જિન મળે છે. રૂપિયાના મૂલ્યમાં ઘસારો થવા છતાં કંપનીઓ ડિસ્કાઉન્ટ ઑફર કરે છે.