ટી. એસ. વિજયન ઇરડાના ચૅરમૅન બને એવી શક્યતા

24 November, 2012 07:52 AM IST  | 

ટી. એસ. વિજયન ઇરડાના ચૅરમૅન બને એવી શક્યતા



સરકારને ઇરડાના ચૅરમૅનપદ માટે ૩૦ અરજી મળી છે. એમાં કેટલીક અરજી સનદી અમલદારોની છે. વર્તમાન ચૅરમૅન હરિ નારાયણની પાંચ વર્ષની મુદત ફેબ્રુઆરીમાં પૂરી થાય છે. ઉમેદવારોને અલગ તારવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે એમ એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું. નાણાકીય સેવાવિભાગના સચિવ ડી. કે. મિત્તલ, આર્થિક બાબતોના ચૅરમૅન અરવિંદ માયારામ, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચૅરમૅન ઓ. પી. ભટ્ટ, સેબીના ભૂતપૂર્વ ચૅરમૅન જી. એન. વાજપેયી, કર્મચારી અને તાલીમ વિભાગના સચિવ પી. કે. મિશ્રાની બનેલી સમિતિ ઇરડાના આગામી વડાની પસંદગી કરશે.

સેબી = સિક્યૉરિટી ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા