ડીમૅટના નિયમોના ભંગ બદલ ૪૦ શૅરોના ટ્રેડિંગ પર મૂકાયાં નિયંત્રણ

21 November, 2012 06:39 AM IST  | 

ડીમૅટના નિયમોના ભંગ બદલ ૪૦ શૅરોના ટ્રેડિંગ પર મૂકાયાં નિયંત્રણ



આ ૪૦ શૅર એવી ૫૦૦ જેટલી કંપનીઓમાં સામેલ થશે જેમના શૅરને શૅરબજાર દ્વારા નિયંત્રિત ટ્રેડ કૅટેગરીમાં રાખવામાં આવ્યા છે. સેબીના નિયમ અનુસાર ડીમૅટ સ્વરૂપમાં ૫૦ ટકા કરતાં ઓછું પબ્લિક હોલ્ડિંગ ધરાવતી તમામ લિસ્ટેડ કંપનીઓના શૅરમાં શૅરબજારના ટ્રેડ ફૉર ટ્રેડ સેગમેન્ટમાં જ ટ્રેડિંગ કરવાનું રહે છે. આ પ્રકારના ટ્રેડિંગમાં ફરજિયાત ડિલિવરી આપવાની રહે છે તથા આ પ્રકારના શૅરમાં વેચાણ ત્યારે જ થાય છે જ્યારે તેમણે ટાંકેલી કિંમતે શૅર ખરીદનાર મળે.

એક સક્યુર્લરમાં બીએસઈ દ્વારા આવા ૩૮ શૅરને ૨૩ નવેમ્બરથી અમલમાં આવે એ રીતે ટ્રેડ ફૉર ટ્રેડ જૂથમાં તબદીલ કરવામાં આવી રહ્યા છે. એનએસઈએ પણ આવા ત્રણ શૅરને આ કૅટેગરીમાં મૂક્યા છે જેમાંથી બેને બીએસઈએ પણ એની યાદીમાં સામેલ કર્યા છે જેને કારણે આવા શૅરની સંખ્યા ૪૦ પર પહોંચી છે. આ શૅરોમાં ડેક્કન ક્રૉનિકલ હોલ્ડિંગ્સ, ફાલ્કન ટાયર, આયોન એક્સચેન્જ ઇન્ડિયા, પૃથ્વી ઇન્ફર્મેશન સૉલ્યુશન, રમા વિઝન અને વિકાસ મેટલ ઍન્ડ પાવર લિમિટેડનો સમાવેશ છે.

બીએસઈ = બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ, એનએસઈ = નૅશનલ સ્ટૉક એક્સચેન્જ, સેબી - લ્ચ્ગ્ત્ = સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા