વિદેશી રોકાણકારોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપનીઓ ને બૅન્કોમાં રોકાણ ઘટાડ્યું

03 November, 2012 10:19 PM IST  | 

વિદેશી રોકાણકારોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપનીઓ ને બૅન્કોમાં રોકાણ ઘટાડ્યું



ઇકૉનૉમિક સ્લોડાઉન અને સરકારની વિલંબની નીતિને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બૅન્કિંગ સેક્ટરની કામગીરીને અસર થઈ છે એને કારણે આ ક્ષેત્રની કંપનીઓના ગ્રોથ અને નવા પ્રોજેક્ટ્સને પણ અસર થઈ છે. આ કારણથી એફઆઇઆઇએ ચાલુ કૅલેન્ડર વર્ષમાં આ સેક્ટરની કંપનીઓમાં હોલ્ડિંગ ઘટાડ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની જે કંપનીઓમાં એફઆઇઆઇનું હોલ્ડિંગ ઘટ્યું છે એની વિગત જોઈએ.

આઇવીઆરસીએલમાં ડિસેમ્બર ૨૦૧૧ના અંતે એફઆઇઆઇનું હોલ્ડિંગ ૩૭.૧૦ ટકા હતું એ સપ્ટેમ્બર ૨૦૧૨ના અંતે ઘટીને ૨૩.૪૦ ટકા થયું છે. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીમાં ૨૪.૩૦ ટકાથી ઘટીને ૧૮.૨૦ ટકા, પીપાવાવ ડિફેન્સમાં ૭ ટકાથી ઘટીને ૪.૪૦ ટકા, નાગાજુર્ન કન્સ્ટ્રક્શન કંપનીમાં ૪૨.૭૦ ટકાથી ઘટીને ૩૯.૭૦ ટકા, લૅન્કો ઇન્ફ્રાટેકમાં ૧૨ ટકાથી ઘટીને ૩.૬૦ ટકા અને જીવીકે પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૭.૩૦ ટકાથી ઘટીને ૧૬.૧૦ ટકા થયું છે.

બૅન્કિંગ સેક્ટરની જે કંપનીઓમાં એફઆઇઆઇએ હોલ્ડિંગ ઘટાડ્યું છે એની વિગત જોઈએ :

ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કમાં ૫.૫૦ ટકાથી ઘટીને ૨.૭૦ ટકા, અલાહાબાદ બૅન્કમાં ૧૧.૯૦ ટકાથી ઘટીને ૧૧.૫૦ ટકા, આંધ્ર બૅન્કમાં ૧૩.૧૦ ટકાથી ઘટીને ૧૨.૯૦ ટકા, સિન્ડિકેટ બૅન્કમાં ૩.૮૦ ટકાથી ઘટીને ૩.૪૦ ટકા અને વિજયા બૅન્કમાં ૪.૭૦ ટકાથી ઘટીને ૩.૫૦ ટકા થયું છે.

આઇવીઆરસીએલ = ઇવાગારાપુ વેન્કટ રેડ્ડી કન્સ્ટ્રક્શન લિમિટેડ, જીવીકે = ગુણાપતિ વેન્કટ ક્રિષ્ના રેડ્ડી, એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર