જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી સરકારને ડિવિડન્ડ તરીકે ૧.૬૭ લાખ કરોડ રૂપિયા મળ્યાં

29 October, 2012 06:23 AM IST  | 

જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી સરકારને ડિવિડન્ડ તરીકે ૧.૬૭ લાખ કરોડ રૂપિયા મળ્યાં



છેલ્લાં સાત  વર્ષમાં સરકારને જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી ડિવિડન્ડ તરીકે કુલ ૧.૬૭ લાખ કરોડ રૂપિયા જેટલી રકમ મળી છે. સૌથી વધુ ડિવિડન્ડની આવક ૨૦૧૧-’૧૨માં ૨૮,૦૮૬ કરોડ રૂપિયા જેટલી થઈ છે.

છેલ્લાં સાત વર્ષમાં સરકારને જે ડિવિન્ડની આવક મળી એની વિગત જોઈએ.

૨૦૦૬-’૦૭માં ડિવિડન્ડ તરીકે ગવર્નમેન્ટને ૧૯,૪૧૬ કરોડ રૂપિયા, ૨૦૦૭-’૦૮માં ૨૨,૩૭૯ કરોડ રૂપિયા, ૨૦૦૮-’૦૯માં ૨૪,૭૫૮ કરોડ રૂપિયા, ૨૦૦૯-’૧૦માં ૨૧,૦૨૨ કરોડ રૂપિયા, ૨૦૧૦-’૧૧માં ૨૪,૦૫૯ કરોડ રૂપિયા, ૨૦૧૧-’૧૨માં ૨૮,૦૮૬ કરોડ રૂપિયા અને ૨૦૧૨-’૧૩માં ૨૭,૧૭૮ કરોડ રૂપિયા મળ્યાં હતા.