બ્રૅન્ડ બિલ્ડિંગ, લોનની પરતચુકવણી જેવા ઉદ્દેશ માટે કંપનીઓનું ભરણું કરવાની મંજૂરી નહીં મળે

21 October, 2012 05:20 AM IST  | 

બ્રૅન્ડ બિલ્ડિંગ, લોનની પરતચુકવણી જેવા ઉદ્દેશ માટે કંપનીઓનું ભરણું કરવાની મંજૂરી નહીં મળે

જે કંપનીઓ બ્રૅન્ડ બિલ્ડિંગ, ઍડ્વર્ટાઇઝમેન્ટ અથવા લોનની પરતચુકવણી માટે જાહેર ભરણા દ્વારા પૈસા ઊભા કરવા માગતી હશે એમને ઇશ્યુ દ્વારા પૈસા એકત્ર કરવા માટે પરમિશન આપવામાં નહીં આવે.

ઑફર ડૉક્યુમેન્ટ ફાઇલ કરતાં અગાઉના સમયગાળામાં જો કંપનીની આવક, નફા વગેરેમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને એ માટે કંપની સંતોષકારક જવાબ પૂરો નહીં પાડે તો પણ ઑફર ડૉક્યુમેન્ટ રિજેક્ટ કરવામાં આવશે.

કંપની સામે કોઈ કેસ પેન્ડિંગ હશે અને એ કેસના જજમેન્ટ પર કંપનીના અસ્તિત્વનો આધાર હશે તો એવા કેસમાં પણ ક્લિયરન્સ નહીં મળે. સેબીએ નક્કી કરેલાં ધોરણો મુજબ જે કંપનીના ઑફર ડૉક્યુમેન્ટ્સ રિજેક્ટ કરવામાં આવ્યા હશે એમને ઓછામાં ઓછા એક વર્ષ સુધી મૂડીબજારમાં પ્રવેશવા માટેની મંજૂરી આપવામાં નહીં આવે.

સેબી = સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા