રૂપિયો મજબૂત થવાથી કૉર્પોરેટ સેક્ટરની કામગીરીમાં સુધારો જોવા મળશે

09 October, 2012 05:39 AM IST  | 

રૂપિયો મજબૂત થવાથી કૉર્પોરેટ સેક્ટરની કામગીરીમાં સુધારો જોવા મળશે



જે કંપનીઓએ મોટા પાયે વિદેશોમાંથી ડેટ માર્કેટમાંથી પૈસા ઊભા કર્યા છે એમની કામગીરી પર નોંધપાત્ર અસર પડે છે. જો રૂપિયાનું મૂલ્ય ઘટે તો આ કંપનીઓને ખોટ જાય છે અને મૂલ્ય વધે તો નફો વધે છે.

માર્ચ ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરની સરખામણીએ જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરના અંતે રૂપિયાના મૂલ્યમાં ૯.૪૦ ટકાનો ઘટાડો થયો હતો. એને કારણે ૧૬૭ જેટલી કંપનીઓને કુલ ૧૩,૦૬૭ કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું હતું.

જૂન ૨૦૧૨ની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં રૂપિયાના મૂલ્યમાં વૃદ્ધિ થઈ છે એને કારણે કંપનીઓના નફામાં વધારો થશે.

જૂન ૨૦૧૨ના અંતે ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ૫૫.૬૪ હતું એ સપ્ટેમ્બરના અંતે વધીને ૫૨.૮૬ રહ્યું છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવાથી જૂન ૨૦૧૨માં જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનને સૌથી વધુ ૩૧૮૭ કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. ભારત પેટ્રોલિયમને ૧૬૧૧ કરોડ રૂપિયા, રૅનબૅક્સી લૅબોરેટરીઝને ૮૫૦ કરોડ રૂપિયા, એસ્સાર ઑઇલને ૭૭૦ કરોડ રૂપિયા અને તાતા મોટર્સને ૪૪૦ કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી.