યુરોપિયન માર્કેટ્સમાં સુધારાને પગલે ભારતીય બજારોમાં મોટો ઘટાડો અટક્યો

04 August, 2012 08:20 AM IST  | 

યુરોપિયન માર્કેટ્સમાં સુધારાને પગલે ભારતીય બજારોમાં મોટો ઘટાડો અટક્યો

 

(શૅરબજારનું ચલકચલાણું)


માત્ર ભવિષ્યમાં પગલાં લેવાનો નર્દિેશ આપ્યો હતો એને કારણે ગુરુવારે યુરોપિયન બજારો ઘટ્યાં હતાં એટલે ગઈ કાલે એશિયન માર્કેટ્સ અને ભારતીય બજારોમાં પણ પ્રારંભમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ યુરોપિયન બજારમાં ગઈ કાલે બાઉન્સ બૅક થવાથી બપોર બાદ ભારતીય બજારોમાં પણ રિકવરી જોવા મળી હતી. દિવસ દરમ્યાન સેન્સેક્સમાં ૧૫૦ પૉઇન્ટ્સ કરતાં વધુની રિકવરી જોવા મળી હતી. જોકે સ્થાનિક પરિબળોમાં વરસાદના વિલંબને કારણે દુકાળની સમસ્યા તો ઊભી જ છે. અત્યારે બજાર માટે આ મુદ્દો સૌથી મોટી ચિંતાની બાબત છે.

 

ગઈ કાલે સેન્સેક્સ ૨૬.૪૩ ઘટીને ૧૭,૧૯૭.૯૩ અને નિફ્ટી ૧૨.૦૫ ઘટીને ૫૨૧૫.૭૦ના લેવલે બંધ રહ્યા હતા. મિડ કૅપ ઇન્ડેક્સ ૧૧.૦૩ ઘટીને ૬૦૭૨.૫૩ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૫.૦૯ ઘટીને ૬૫૪૫.૭૦ના સ્તરે બંધ રહ્યા હતા.

 

સેક્ટરલ ઇન્ડાઇસિસ

 

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે માત્ર ૪ વધ્યાં હતાં અને નવમાં ઘટાડો થયો હતો. ઑઇલ અને ગૅસ ઇન્ડેક્સ સૌથી વધુ ૫૪.૭૮ વધીને ૮૧૦૬.૧૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૬ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા. ઓએનજીસીનો ભાવ સૌથી વધુ ૧.૩૪ ટકા વધીને ૨૮૦.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૭૦.૩૯ ઘટીને ૧૦,૨૦૨.૨૪ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૧ કંપનીના ભાવ ઘટ્યા હતા. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૬૨ ટકા વધીને ૧૦૨.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો.

 

સેન્સેક્સ શૅરો

 

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦માંથી ૧૩ કંપનીના ભાવ વધ્યા હતા અને ૧૭માં ઘટાડો થયો હતો. વિપ્રોનો ભાવ સૌથી વધુ ૨.૦૪ ટકા વધીને ૩૪૭ રૂપિયા અને સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી વધુ ૨.૬૨ ટકા ઘટીને ૧૦૨.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો.

 

૧૮ શૅર ટૉપ પર

 

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૮ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. આ કંપનીઓમાં બજાજ કૉર્પોરેશન, ઍલેમ્બિક ફાર્મા, સિટી યુનિયન બૅન્ક, ઑરેકલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સૉફ્ટવેર વગેરેનો સમાવેશ છે.

 

૧૫ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ડેક્કન ક્રોનિકલ, કિંગફિશર ઍરલાઇન્સ, સી. મહિન્દ્ર એક્સર્પોટ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૨૬૩ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૫૧૪ના ઘટ્યા હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

 

સત્યમ કમ્પ્યુટર

 

સત્યમ કમ્પ્યુટર સર્વિસિસનો ભાવ ૬.૩૪ ટકા વધીને ૮૮.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૯૧.૮૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૮૪.૮૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ફસ્ર્ટ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૨૨૫ કરોડ રૂપિયાથી ૫૬ ટકા વધીને ૩૫૨ કરોડ રૂપિયા થયો છે. કુલ આવક ૧૪૩૪ કરોડ રૂપિયાથી ૩૧ ટકા વધીને ૧૮૮૦ કરોડ રૂપિયા થઈ છે. કંપનીની કામગીરી અપેક્ષા કરતાં સારી રહી છે.

 

ઑરેકલ ફાઇનૅન્શિયલ

 

ઑરેકલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સૉફ્ટવેરનો ભાવ ગઈ કાલે પાંચ ટકા વધીને ૨૭૭૪.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૮૪૨.૯૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૬૨૪.૯૦ રૂપિયાના લેવલે બંધ રહ્યો હતો. ફસ્ર્ટ ક્વૉર્ટરમાં કંપનીની કામગીરી પ્રોત્સાહક રહી છે. ચોખ્ખો નફો ૮૦ ટકા વધીને ૩૬૮ કરોડ રૂપિયા થયો છે. કુલ આવક ૩૩ ટકા વધીને ૯૪૬ કરોડ રૂપિયા થઈ છે. ઑપરેટિંગ નફાનું માર્જિન ૩૯ ટકા જેટલું રહ્યું છે.

 

બજાજ કૉર્પ

 

બજાજ કૉર્પના શૅરનો ભાવ ૬.૮૬ ટકા વધીને ૧૫૮.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૬૨.૭૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૪૪.૬૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. છેલ્લી ૬ ટ્રેડિંગ સેશનમાં શૅરનો ભાવ ૧૬.૫૦ ટકા વધ્યો છે. કંપનીએ ફસ્ર્ટ ક્વૉર્ટરમાં સારી કામગીરી રજૂ કરી છે. ચોખ્ખો નફો ૩૨ ટકા વધીને ૩૭ કરોડ રૂપિયા અને કુલ આવક ૩૦ ટકા વધીને ૧.૩૮ કરોડ રૂપિયા થઈ છે. ઑપરેટિંગ નફાનું માર્જિન ૨૬.૬૦ ટકા વધીને ૩૮.૯૨ ટકા થયું છે.

ગ્લેનમાર્ક ફાર્મા

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સનો ભાવ ૫.૪૪ ટકા વધીને ૪૦૮.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૧૩ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૮૧.૫૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ફસ્ર્ટ ક્વૉર્ટરમાં કંપનીની કુલ આવક ૨૦ ટકા વધીને ૧૦૪૦ કરોડ રૂપિયા થઈ છે. જનેટિક્સ બિઝનેસની આવક ૫૮ ટકા વધીને ૫૮૦ કરોડ રૂપિયા થઈ છે. અમેરિકન બિઝનેસનો ગ્રોથરેટ ૫૫ ટકા કરતાં વધુ રહ્યો છે.

ઓએનજીસી = ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન