બજાજ હિન્દુસ્તાનમાં પ્રમોટરોએ હિસ્સો વધારીને ૪૮.૨૪ ટકા કર્યો

22 November, 2011 10:06 AM IST  | 

બજાજ હિન્દુસ્તાનમાં પ્રમોટરોએ હિસ્સો વધારીને ૪૮.૨૪ ટકા કર્યો



કંપનીએ દેવાની પરતચુકવણી માટે રાઇટ્સ ઇશ્યુ દ્વારા પૈસા એકત્ર કર્યા છે. માર્ચ ૨૦૧૧ના અંતે કુલ ડેબ્ટ ૫૯૦૦ કરોડ રૂપિયાનું હતું. ઉત્તર પ્રદેશમાં કંપનીના ૧૪ શુગર પ્લાન્ટ્સ છે જેની કુલ દૈનિક ક્રશિંગ કૅપેસિટી ૧.૩૬ લાખ ટન શેરડીની છે.

કંપનીએ પાવર સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો છે અને ઉત્તર પ્રદેશમાં કોલ આધારિત પાંચ પાવર પ્લાન્ટ સ્થાપી રહી છે જેની કુલ કૅપેસિટી ૪૫૦ મેગાવૉટની હશે. આ માટે ૨૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.