નિફ્ટીમાં ૪૮૫૦ ઉપર રૂખ તેજીની

04 October, 2011 08:48 PM IST  | 

નિફ્ટીમાં ૪૮૫૦ ઉપર રૂખ તેજીની


સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ

સ્થાનિક કક્ષાએ ફુગાવો અને રાજકીય અશાંતિ ચિંતાનો વિષય છે, જેને કારણે ઉછાળે વેચવાનું માનસ જોવા મળે છે. નિફ્ટીમાં ૪૯૬૬ નીચેનું બંધ મંદીસૂચક જ છે અને નીચામાં ૪૭૮૦ મહત્વની ટેકાની સપાટી વચ્ચે બજાર અથડાશે અને જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ બીજા ૧૫૦થી ૨૦૦ પૉઇન્ટની ચાલ જોવા મળશે. બજારની ચાલ સમજવા એડીએજી ગ્રુપના શૅરો અને આઇસીઆઇસીઆઇની ચાલ પર નજર રાખવી. સોમવારે ટિસ્કોની ટર્નિંગ હોવાથી હવે ટિસ્કોમાં ૩૯૩ ઉપર લઈને વેપાર કરવો અને ૪૧૦ ઉપર વધારવો. પરિણામોની સીઝન ૧૦થી ૧૭ ઑક્ટોબર દરમ્યાન બજારમાં નીચા મથાળેથી સુધારાની શક્યતા જોતાં ઘટ્યા મથાળે ૫૧૦૦નો કૉલ ખરીદવો. મુંબઈ શૅરબજાર આંકમાં ૧૬,૨૭૦ નીચે રૂખ ઉછાળે વેચવાની છે. નીચામાં ૧૬,૧૫૫ નીચે ૧૫,૯૫૫ સુધીના ઘટાડામાં લેણ કરવું. ૧૬,૩૩૦થી ૧૬,૩૮૦ વચ્ચે વેચવું. નિફ્ટીમાં ૪૮૭૦થી ૪૮૯૦ પ્રતિકારક ઝોન વચ્ચે વેચવું. નીચામાં હવે ૪૮૨૧ ટેકાની સપાટી તૂટતાં ૪૭૯૦ સુધીના ઘટાડામાં ૨૦ પૉઇન્ટના જોખમે લેણ કરવું.

રિલાયન્સ

૭૮૨ના સ્ટૉપલૉસે લેવું. ઉપરમાં ૭૯૭ ઉપર ૮૦૬ પાસે ૮૧૪ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું.

તાતા મોટર્સ

૧૫૦ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૧૫૭ રૂપિયા કુદાવતાં ૧૬૩ સુધીનો ઉછાળો જોવા મળશે.

ભેલ

૩૧૮ ઉપર ૩૧૪ના સ્ટૉપલૉસે લેણ કરવું. ઉપરમાં હવે ૩૩૦ કુદાવતાં ૩૪૭ સુધીનો ઉછાળો જોવા મળશે.

રિલાયન્સ કૅપિટલ

પ્રતિકૂળ અફવા પાછળ ૧૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ૩૧૧ રૂપિયાના સ્ટૉપલૉસે લેણ જાળવવું. હવે ૩૨૮ રૂપિયા કુદાવતાં ૩૪૬ રૂપિયાનો ભાવ.

એલઆઇસી હાઉસિંગ

૨૧૨ રૂપિયા ઉપર ૨૦૮ રૂપિયાના સ્ટૉપલૉસે લેણ કરવું. ઉપરમાં ૨૨૩ રૂપિયા પાસે નફો કરવો.