પ્રોવિડન્ટ ફન્ડના વ્યાજમાં થશે ૧.૨૫ ટકાનો ઘટાડો

08 December, 2011 04:49 AM IST  | 

પ્રોવિડન્ટ ફન્ડના વ્યાજમાં થશે ૧.૨૫ ટકાનો ઘટાડો

 

ગયા વર્ષે ઈપીએફના હિસાબોમાં ૧૭૦૦ કરોડ રૂપિયાનું હિડન રિઝર્વ મળી આવ્યું હતું એટલે વ્યાજદર વધારીને ૯.૫૦ ટકા કર્યો હતો, પરંતુ આ વર્ષે રિઝર્વનું એટલું બૅલેન્સ નથી કે ૯.૫૦ ટકાનો વ્યાજદર જાળવી શકાય. એટલે હવે સરકાર ૮.૨૫ ટકા વ્યાજ જાહેર કરે એવી શક્યતા છે. એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (ઈપીએફઓ)ના બોર્ડની મીટિંગ વ્યાજદર નક્કી કરવા માટે ૨૩ ડિસેમ્બરે મળવાની છે. સામાન્ય રીતે ઈપીએફઓ ૮.૫૦ ટકા વ્યાજદર જ ચૂકવે છે, પરંતુ ૨૦૧૦-’૧૧માં ૯.૫૦ ટકાના દરે વ્યાજ ચૂકવ્યું હતું.