કૉર્પોરેટ સેક્ટર પાસેની રોકડમાં ૧૧૯ ટકાનો ઉછાળો

06 November, 2011 12:56 AM IST  | 

કૉર્પોરેટ સેક્ટર પાસેની રોકડમાં ૧૧૯ ટકાનો ઉછાળો

 

જોકે કૉર્પોરેટ સેક્ટર પાસેની રોકડ રકમ અને બૅન્કબૅલેન્સમાં ુસતત વધારો થયો છે. માર્ચ ૨૦૦૭ના અંતે કુલ રોકડ અને બૅન્કબૅલેન્સની રકમ ૫,૩૧,૧૪૨ કરોડ રૂપિયા હતી એ માર્ચ ૨૦૧૧ના અંતે ૧૧૯ ટકા વધીને ૧૧,૬૩,૮૨૧ કરોડ રૂપિયા થઈ છે. માર્ચ ૨૦૦૮ના અંતે આ રકમ ૬,૭૨,૯૯૫ કરોડ રૂપિયા, માર્ચ ૨૦૦૯ના અંતે ૭,૯૬,૧૪૮ કરોડ રૂપિયા અને માર્ચ ૨૦૧૦ના અંતે ૯,૧૦,૭૮૬ કરોડ રૂપિયા થઈ છે.

નવું રોકાણ

ઍનલિસ્ટ્સનું માનવું છે કે અચોક્કસ આર્થિક સ્થિતિને કારણે કૉર્પોરેટ સેક્ટરો નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનું પસંદ નથી કરતાં. મોટા ભાગની કંપનીઓએ વિસ્તરણની યોજનાઓ મોકૂફ રાખી છે. અર્થતંત્રમાં રિવાઇવલ થયા પછી જ નવું રોકાણ થવાની શક્યતા છે. જોકે વર્લ્ડ ઇકૉનૉમિક ક્રાઇસિસને કારણે ભારતીય કંપનીઓ વિશ્વસ્તરે કંપનીઓ ઍક્વાયર કરી શકશે. ફાઇનૅન્શિયલ ક્રાઇસિસને કારણે ઓછા વૅલ્યુએશને ઍક્વિઝિશન કરી શકાશે. ભારતીય કંપનીઓ પાસે જે લિક્વીડ રોકડ રકમ છે એના દ્વારા આ તક પ્રાપ્ત કરી શકાશે.