અટલ બિહારી વાજપેયીના નામ પર બહાર પડશે રૂ.100નો સિક્કો

24 December, 2018 01:28 PM IST  |  New Delhi

અટલ બિહારી વાજપેયીના નામ પર બહાર પડશે રૂ.100નો સિક્કો

વાજપેયીના નામથી બહાર પડેલા સિક્કાનું મૂલ્ય 3300-3500 રૂપિયા રહેવાની અપેક્ષા છે. (ફાઇલ)

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 95મી જન્મજયંતી પર ભારત સરકાર તેમનો સ્મારક સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી શકે છે. આ સંબંધે નાણા મંત્રાલયની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે.

સ્મારક સિક્કાને સો રૂપિયાના મૂલ્યવર્ગમાં રાખવામાં આવશે, જોકે તે ચલણમાં નહીં આવે. આ સિક્કાને 3300થી 3500 રૂપિયાની પ્રિમિયમ કિંમતે વેચવાની અપેક્ષા છે.

નાણા મંત્રાલયના સૂત્રો પ્રમાણે, વાજપેયીના આ સ્મારક સિક્કાની ડિઝાઈન તૈયાર થઈ ચૂકી છે. મુંબઈ ટંકશાળ ટુંક સમયમાં તેની ડાઈ બનાવીને તેનું મુદ્રણ શરૂ કરી શકે છે.

35 ગ્રામના આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબું, પાંચ ટકા નિકલ અને પાંચ ટકા જસત હશે. આ સિક્કાની એક બાજુ પર અટલજીનું ચિત્ર, તેમના જન્મનું વર્ષ 1924, મૃત્યુ વર્ષ 2018 અને હિંદી અને અંગ્રેજીમાં તેમનું આખું નામ અંકિત થશે.13:00:56સો રૂપિયાનો આ સિક્કો ચલણમાં નહીં આવે. ભારત સરકાર સિક્કાના બુકિંગ માટે સમય નક્કી કરશે અને તેને પ્રિમિયમ કિંમતો પર વેચશે. તેને ટંકશાળમાંથી સીધો પણ ખરીદી શકાશે. આ સિક્કાનું મૂલ્ય 3300-3500 રૂપિયા રહેવાની અપેક્ષા છે.

atal bihari vajpayee reserve bank of india